US સાંસદ પાકિસ્તાનનાં જાહેરમાં ઉતાર્યા કપડા, કહ્યું કે તાલિબાનીઓનું સુરક્ષિત ઠેકાણું છે આ દેશ

|

Apr 16, 2021 | 9:13 PM

USA-Pakistan: ભારતનું હંમેશા માનવું છે કે પાકિસ્તાન પોતાની ધરતી પર આતંતવાદીઓને શરણ આપે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પાસે આને લઈને અનેક મજબુત પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે. હવે અમેરિકાએ પણ પાકિસ્તાનની ઈજ્જતનાં જાહેરમાં ધજાગરા ઉડાડ્યા છે.

US સાંસદ પાકિસ્તાનનાં જાહેરમાં ઉતાર્યા કપડા, કહ્યું કે તાલિબાનીઓનું સુરક્ષિત ઠેકાણું છે આ દેશ
Pakistanની અર્થવ્યવસ્થાનાં ઉડ્યા છાપરા, ઈમરાને ચોથી વાર બદલ્યો નાંણાપ્રધાન, પ્રધાન બદલવાથી સંકટ ટળશે?

Follow us on

USA-Pakistan: ભારતનું હંમેશા માનવું છે કે પાકિસ્તાન પોતાની ધરતી પર આતંતવાદીઓને શરણ આપે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પાસે આને લઈને અનેક મજબુત પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે. હવે અમેરિકાએ પણ પાકિસ્તાનની ઈજ્જતનાં જાહેરમાં ધજાગરા ઉડાડ્યા છે.

અમેરિકાનાં સાંસદે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની જડ મજબૂત કરવા પાછળ પાકિસ્તાનમાં રહેલા તેના સુરક્ષિત ઠેકાણાઓ છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ બાઈડેન પ્રશાસને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પોતાની સેનાને પાછી બોલાવવાનીજાહેરાત કરી છે.

સીનેટ આર્મ્ડ સર્વિસ કિમિટિનાં અધ્યક્ષ જૈક રીડે સંસદમાં જણાવ્યું કે તાલિબાનોનાં સફળ થવા પાછળનું સૌથી મોટું યોગદાન એ તથ્યનું છે કે તાલિબાનને પાકિસ્તાનમાં મળી રહેલા સુરક્ષિત શરણાને ખતમ કરવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તાજેતરનાંજ એક અભ્યાસનો હવાલો આપતા રીડે કહ્યું કે પાકિસ્તાનમાં તાલિબાનને સુરક્ષિત જગ્યા મળી રહેવી અને ISI- ઈન્ટર સર્વિસિઝ ઈન્ટેલિજન્સ જેવા સંગઠનોનાં માધ્યમથી ત્યાંની સરકારમાં સમર્થન મળવું તાલિબાનનાં યુદ્ધને યથાવત રાખવા જરૂરી છે અને તેના સુરક્ષિત આ ઠેકાણાને નષ્ટ નહી કરી શકવાની નિષ્ફળતા વોશીંગ્ટનની સૌથી મોટી ભૂલ છે.

તેમણે એમ પણ જણાવ્યું કે જેવું અફઘાન સ્ટડીએ જણાવ્યું કે આતંકવાદ માટે આશ્રયસ્થાન જરૂરી છે. એ સિવાય પાકિસ્તાનની ISI એ મોકાનો લાભ ઉઠાવવા માટે અમેરિકા સાથે સહયોગ કરીને તાલિબાનોની મદદ કરી હતી.

રીડે કહ્યું કે 2018નાં આંકલન પ્રમાણે પાકિસ્તાને પ્રત્યક્ષ સેના અને ખાનગી સહયોગ પ્રદાન કર્યા કે જેના નતીજા સ્વરૂપે અમેરિકાનાં સૈનિકો, અફઘાન સુરક્ષા બળનાં જવાનો અને નાગરિકો માર્યા ગયા અને અફઘાનિસ્તાનમાં ઘણી મોટી ખુંવારી પણ થઈ. તેમણે એમ પણ કહ્યું કે તાલિબાનોને આ સમર્થન પાકિસ્તાન દ્વારા અમેરિકાને સહયોગથી વિરોધાભાસી છે. તેમણે પોતાના હવાઈ માર્ગ અને અન્ય સામગ્રીને વાપરવાની પરવાનગી આપી જેના માટે અમેરિકાએ મોટી આર્થિક મદદ કરી હતી.

રીડે જણાવ્યું કે અફઘાન સ્ટડી સેન્ટર પ્રમાણે પાકિસ્તાને બંને તરફ લાભ લેવાની કોશિશ કરી છે. પાકિસ્તાન હાલમાં પોતે કમજોર બની રહ્યું છે અને પરમાણું હથિયાર હોવાને લઈ તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. રીડનાં જણાવ્યા પ્રમાણે આ બધા વચ્ચે પાકિસ્તાનનું પોતાના પડોશી દેશ ભારત સાથે લાંબા સમયથી સંઘર્ષ પણ ચાલી રહ્યો છે. ભારત પોતે પણ પરમાણું સંપન્ન દેશ છે.

જણાવવું રહ્યું કે જો બાઈડેને દેશને નામ આપેલા ટેલીવિઝન સંદેશમાં જોહેરાત કરી હતી કે સંઘર્ષ પ્રભાવિત અફઘાનિસ્તાનમાંથી 11 સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સેનાને પાછી બોલાવી લેવામાં આવશે અને અમેરિકાનાં સૌથી લાંબા સંઘર્ષનો અંત લાવવામાં આવશે.

Published On - 7:49 pm, Fri, 16 April 21

Next Article