ઉત્તર પ્રદેશમાં જૈશ એ મોહમ્મદના મોટા NETWORKનો પર્દાફાશ, બે કાશ્મીરી આતંકવાદીઓની દેવબંદથી ધરપકડ, કરી રહ્યા હતા યુવાનોની ભરતી

|

Feb 22, 2019 | 8:56 AM

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ઍલર્ટ થઈ ગયેલી પોલીસને ઉત્તર પ્રદેશ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે જૈશના બે આતંકીઓની ધરપકડ કરી છે. TV9 Gujarati   ઉત્તર પોલીસના આતંકવાદ નિરોધક દળ (ATS)ની ટીમે વહેલી સવારે સહારનપુરના દેવબંદથી જૈશ એ મોહમ્મદ (JEM)ના એક આતંકવાદી શાહનવાઝ અહમદની ધરપકડ કરી છે. શાહનવાઝ કુલગામ-જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે […]

ઉત્તર પ્રદેશમાં જૈશ એ મોહમ્મદના મોટા NETWORKનો પર્દાફાશ, બે કાશ્મીરી આતંકવાદીઓની દેવબંદથી ધરપકડ, કરી રહ્યા હતા યુવાનોની ભરતી

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ઍલર્ટ થઈ ગયેલી પોલીસને ઉત્તર પ્રદેશ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે જૈશના બે આતંકીઓની ધરપકડ કરી છે.

શાહનવાઝ અને આકિબ

TV9 Gujarati

 

ઉત્તર પોલીસના આતંકવાદ નિરોધક દળ (ATS)ની ટીમે વહેલી સવારે સહારનપુરના દેવબંદથી જૈશ એ મોહમ્મદ (JEM)ના એક આતંકવાદી શાહનવાઝ અહમદની ધરપકડ કરી છે. શાહનવાઝ કુલગામ-જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને તે દેવબંદમાં હૉસ્ટેલમાં રહેતો હતો. તે જૈશનો આતંકવાદી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

નોંધનીય છે કે દેવબંદને ઇસ્લામિક સ્ટડીના મોટા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટીએસની આ કાર્યવાહીના પગલે અને આતંકીઓની ધરપકડના પગલે દેવબંદમાં ખળભળાટ મચ્યો છે.

યૂપી ડીજીપી ઓ પી સિંહ

યૂપીના ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું કે શાહનવાઝ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદનો સક્રિય સભ્ય છે. શાહનવાઝ સાથે આકિબ અહમદ મલિકની પણ ધરપકડ કરાઈ છે કે જે પુલવામાનો રહેવાસી છે. શાહનવાઝને ઉત્તર પ્રદેશમાં રહી જૈશ એ મોહમ્મદ સંગઠનમાં યુવાઓની ભરતી કરવાનું કામ મળ્યુ હતું. એટીએસના સકંજામાં આવેલા બંને શખ્સોની ઉંમર 25-26 વર્ષ છે. કેટલાક કાશ્મીરીઓ દેવબંદમાં એડમિશન વગર રહી રહ્યા છે. રાત્રે યૂપી એટીએસને શંકાસ્પદ આતંકીઓ વિશે બાતમી મળી હતી.

હાલમાં બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસને લાગે છે કે બંને પાસેથી મહત્વની કડીઓ હાથ લાગી શકશે.

ડીજીપી સિંહે જણાવ્યું કે શાહનવાજ ગ્રૅનેડ એક્સપર્ટ છે. બંને પાસેથી 32 બોરની બે પિસ્તોલ અને 30 જીવતા કારતૂસો મળ્યા. બંને પાસેથી જેહાદી ચૅટ્સ પણ મળ્યા છે. બંનેની લિંક પુલવામા આતંકી હુમલા સાથે છે કે નહીં, તે કહેવું હમણા મુશ્કેલ છે.

દેવબંદમાં ગુરુવારે રાત્રે યૂપી એટીએસે ચલાવેલા ઑપરેશનમાં શાહનવાઝ અને આકિબ અહમદ મલિકની ધરપકડ કરાઈ. આ બંને યુવાનો લોકોને જૈશ એ મોહમ્મદમાં ભરતી કરવાનું કામ કરતા હતા. શાનવાઝ અને આકિબ દેવબંદની એક સંસ્થામાં ગેરકાયદે રીતે રહીને અન્ય યુવાનોને આતંકી સંગઠન સાથે જોડવાનું કામ કરી રહ્યા હતાં. એટીએસે દેવબંગના મોહલ્લા ખાનકાહ નીજક નાઝ મંજિલમાં દરોડા પાડ્યા. અહીંથી દુકાનદાર સહિત બે કાશ્મીરી વિદ્યાર્થીઓ અને 5 ઓડિશી વિદ્યાર્થીઓને અટકમાં લેવાયા. શાહનવાઝ જૈશના ઇશારે કામ કરતો હતો.

[yop_poll id=1688]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article