ઉન્નાવ દુષ્કર્મ કેસઃ ભાજપમાંથી બરખાસ્ત ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ ગુનાઓ નક્કી કરાયા

|

Aug 09, 2019 | 11:52 AM

દિલ્હીની એક અદાલતે 2017ના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપના બરખાસ્ત ધારાસભ્ય કુલદીપ સેંગરની વિરુદ્ધ શુક્રવારે ગુનાઓ નક્કી કરાયા છે. જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સેંગર અને તેના સાથે શશિ સિંહ વિરુદ્ધ પીડિતાનું અપહરણના ગુનાઓ દાખલ કર્યા છે. શશિ સિંહ આ સમયે દિલ્હીની એમ્સમાં દાખલ છે. અદાલતે IPC મુજબ 120 ગુનો કરવાનું ષડયંત્ર, 363 અપહરણ, 366 અપહરણ અને […]

ઉન્નાવ દુષ્કર્મ કેસઃ ભાજપમાંથી બરખાસ્ત ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ ગુનાઓ નક્કી કરાયા

Follow us on

દિલ્હીની એક અદાલતે 2017ના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપના બરખાસ્ત ધારાસભ્ય કુલદીપ સેંગરની વિરુદ્ધ શુક્રવારે ગુનાઓ નક્કી કરાયા છે. જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સેંગર અને તેના સાથે શશિ સિંહ વિરુદ્ધ પીડિતાનું અપહરણના ગુનાઓ દાખલ કર્યા છે. શશિ સિંહ આ સમયે દિલ્હીની એમ્સમાં દાખલ છે. અદાલતે IPC મુજબ 120 ગુનો કરવાનું ષડયંત્ર, 363 અપહરણ, 366 અપહરણ અને મહિલા પર લગ્ન માટે દબાણ કરવું, 376 નાબાલિક સાથે દુષ્કર્મના ગુના પોક્સો એક્ટ આધારીત દાખલ કર્યા છે.

આ પણ વાંચોઃ દર્દીઓ માટે રાહતના સમાચાર, SVP હોસ્પિટલમાં મળશે સસ્તી જેનેરિક દવાઓ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

CBI દ્વારા ગુરુવારે અદાલતમાં પક્ષ રાખતા કહ્યું કે, કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈએ પીડિતાના પિતા પર હુમલો કર્યો અને ત્રણ રાજ્યની પોલીસ અધિકારી સહિત પાંચ અન્ય લોકો સાથે મળીને ગુનામાં ફસાવ્યા હતા. તો બીજી તરફ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેના વકીલની હાલત નાજુક છે. આ બંને લોકોને લાઈફ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 28 જુલાઈના દિવસે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 19 વર્ષની પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તો પીડિતાના માસી અને કાકીનું મૃત્યુ થયું છે. યોગ્ય સારવાર માટે પીડિતાને લખનઉથી હવાઈ માર્ગ દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

[yop_poll id=”1″]

Next Article