જો ટ્ર્મ્પની મુલાકાત વખતે થઈ આ ડીલ તો 8 કરોડ લોકોની રોજગારી પર પડી શકે છે અસર!

|

Feb 14, 2020 | 1:22 PM

દુનિયામાં દૂધ ઉત્પાદનમાં ભારતની બોલબાલા છે અને ભારતમાંથી દૂધની પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે ત્યારે ભારત ડેરી અને પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝમાં અમેરિકાને રાહત આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તેઓ અમદાવાદ ખાતે એક દિવસ રોકાશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

જો ટ્ર્મ્પની મુલાકાત વખતે થઈ આ ડીલ તો 8 કરોડ લોકોની રોજગારી પર પડી શકે છે અસર!

Follow us on

દુનિયામાં દૂધ ઉત્પાદનમાં ભારતની બોલબાલા છે અને ભારતમાંથી દૂધની પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે ત્યારે ભારત ડેરી અને પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝમાં અમેરિકાને રાહત આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તેઓ અમદાવાદ ખાતે એક દિવસ રોકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

આ પણ વાંચો :  રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓનલાઈન મીડિયા રિપોર્ટસના આધારે જાણકારી મળી રહી છે કે ભારત અમેરિકાની સાથે ટ્રેડ ડીલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. આથી ભારત અમેરિકાને ડેરી અને પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝમાં રાહત આપી શકે છે. એવી જાણકારી મળી રહી છે કે ભારત અમેરિકાને ડેરી સેક્ટરમાં રોકાણ કરવા બદલ 5 ટકા ટેરિફમાં રાહત અને અલગથી કોટા આપી શકે છે. આ ઉપરાતં કેટલીક શરતોની સાથે અમેરિકાથી ડેરી પ્રોડક્ટ આયાત કરવાને પણ સરકાર મંજૂરી આપી શકે છે. વિશ્વભરમાં ડેરી સેક્ટરમાં અમેરિકા આગળ છે અને તે એડવાન્સ ટેક્નોલોજી સાથે કામ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

8 કરોડ લોકોની રોજગારી પર અસર પડી શકે છે
ડેરી ઉદ્યોગમાં સતત ભારતે સક્ષમતા દાખવી છે અને ભારતને ક્યારેય તેની આયાત કરવાની જરૂર પડી નથી. ખેડૂતો અને પશુપાલકો પાસેથી જ દૂધ મંડળીઓ દ્વારા દૂધની તમામ પ્રોડક્ટ ભારતની જ કંપનીઓ બનાવે છે. જો અમેરિકાથી ભારત ડેરી પ્રોડક્ટ આયાત કરે તો ભારતના આ તમામ નાના ઉદ્યોગો પર અસર પડી શકે છે. અમેરિકાની કંપનીઓની સામે ભારતના ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોની સંખ્યા કુલ 8 કરોડ જેટલી છે અને અમેરિકી કંપનીઓની પ્રોડક્ટ આવવાથી તેઓની રોજગારી છીનવાઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article