ટિકટોક એપ પર પ્રતિબંધની લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટે ટિકટોક એપના પ્રતિબંધને પડકારતી અરજીને લઈને કહ્યું મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ જ વધુ સુનાવણી

|

Apr 15, 2019 | 5:12 PM

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ કરેલી સુનાવણી ટિકટોક પર મદ્રાસ હાઈકોર્ટની અરજીને પડકારવાને લઈને ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે હજી મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી કરી રહી છે ત્યારે હાલ કોઈ તેમના નિર્ણય વિરુદ્ધ આદેશ આપી શકાય નહીં. મદ્રાસ હાઈકોર્ટે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવા માટે આદેશ આપ્યો હતો અને આદેશને પડકારવા માટે ટિકટોકની માલિકી ધરાવતી […]

ટિકટોક એપ પર પ્રતિબંધની લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટે ટિકટોક એપના પ્રતિબંધને પડકારતી અરજીને લઈને કહ્યું મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ જ વધુ સુનાવણી

Follow us on

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ કરેલી સુનાવણી ટિકટોક પર મદ્રાસ હાઈકોર્ટની અરજીને પડકારવાને લઈને ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે હજી મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી કરી રહી છે ત્યારે હાલ કોઈ તેમના નિર્ણય વિરુદ્ધ આદેશ આપી શકાય નહીં.

મદ્રાસ હાઈકોર્ટે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવા માટે આદેશ આપ્યો હતો અને આદેશને પડકારવા માટે ટિકટોકની માલિકી ધરાવતી બાઈટ ડાન્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટિકટોકની તરફથી વરિષ્ઠ વકીલ મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.

 

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ મામલે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી લઈને કોઈપણ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, ન્યાયધીશ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આ અરજીને લઈને કહ્યું કે હાલ આ મામલો હાઈકોર્ટમાં વિચારાધીન છે તેથી કોઈપણ આદેશ આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે પહેલાં હાઈકોર્ટ કોઈ આપે તે પછી આ બાબતે સુનાવણી થઈ શકશે.

મદ્રાસ હાઈકોર્ટમાં 16 એપ્રિલે આ ટિકટોકને લઈને સુનાવણી હાથ ધરાવાની છે અને સુપ્રીમે કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાદ આગળની સુનાવણી 22 એપ્રિલના રોજ કરીશું. આમ મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે કોઈ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અશ્લીલ સામગ્રીના મુદ્દાને લઈને મદ્રાસ હાઈકોર્ટે સરકારને ટિકટોક પર પ્રતિબંધ લગાવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પણ ટીકટોકને રાહત મળી નથી જેથી ટિકટોક એપ પર પ્રતિબંધ લાગવાને લઈને એક તલવાર હજી લટકી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:10 pm, Mon, 15 April 19

Next Article