WEST BENGAL : સતત 34 વર્ષ લેફ્ટ અને 20 વર્ષ કોંગ્રેસે કર્યુ શાસન, આજે એક પણ ધારાસભ્ય નથી

|

May 03, 2021 | 5:21 PM

WEST BENGAL : TMC સત્તામાં આવી, BJP મુખ્ય વિપક્ષી પાર્ટી બની જયારે લેફ્ટ અને કોંગ્રેસના સુપડા સાફ થયા.

WEST BENGAL : સતત 34 વર્ષ લેફ્ટ અને 20 વર્ષ કોંગ્રેસે કર્યુ શાસન, આજે એક પણ ધારાસભ્ય નથી
FILE PHOTO

Follow us on

WEST BENGAL : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ (TMC) સત્તામાં આવી, BJP મુખ્ય વિપક્ષી પાર્ટી બની જયારે લેફ્ટ અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે. આઝાદી પછી આ પહેલી વાર છે જ્યારે ડાબેરી મોરચાનો એક પણ પ્રતિનિધિ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પહોંચ્યો નથી. આ તે જ મોરચો છે જેણે લગભગ સાડા ત્રણ દાયકા સુધી રાજ્યમાં શાસન કર્યું હતું. તો સાથે કોંગ્રેસની હાલત પણ લેફ્ટ જેવી જ છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021નું પરિણામ
2021ની વિધાનસભા ચૂંટણીમાં WEST BENGAL ની 292 બેઠકોમાંથી TMC એ 213 બેઠકો જીતી હતી. બંગાળમાં હજી સુધી તેની રાજકીય જમીનની શોધ કરી રહેલી ભાજપે 77 બેઠકો જીતી લીધી હતી. રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટીના અન્ય એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીત્યા, પરંતુ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહીં.

લેફ્ટ અને કોંગ્રેસના સુપડા સાફ
WEST BENGAL વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે હેટ્રિક લગાવી છે. આ સાથે જ ભાજપ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું ન હતું, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓના સુપડા સાફ થઈ ગયા છે. તેનું ખાતું પણ ખુલ્યું નથી. આઝાદી પછી આ પહેલીવાર છે જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ડાબેરી મોરચાના એકેય પ્રતિનિધિ પહોંચ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ તે જ ડાબેરી મોરચો છે જેણે લગભગ સાડા ત્રણ દાયકા સુધી રાજ્યમાં શાસન કર્યું. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી અને ડાબેરી મોરચાએ 26 વિધાનસભા બેઠકો જીતી હતી. 2011 ની ચૂંટણીમાં જ્યારે ડાબેરી મોરચાના લાંબા શાસનનો અંત આવ્યો ત્યારે કોંગ્રેસ 42 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

1977 થી 2011 સુધી ડાબેરીઓનું શાસન રહ્યું
WEST BENGAL માં 1977-2011 સુધી ડાબેરી પક્ષોનું શાસન રહ્યું, આમાં વચ્ચે બે વાર કોંગ્રેસનું શાસન પણ આવ્યું. ડાબેરીઓમાં જ્યોતિ બાસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય આ સમયગાળા દરમિયાન મુખ્યપ્રધાન હતા. ડાબેરી મોરચાએ બંગાળમાં આ વખતે પોતાનું ખોવાયેલું મેદાન પાછું મેળવવા માટે બધું જ કર્યું. યુવાનો અને વિદ્યાર્થી નેતાઓને ટિકિટ આપી હતી, પરંતુ તે બધા ભાષણોમાં શ્રેષ્ઠ સાબિત થયા હતા, તેઓ મતદારોમાં કોઈ અસર ઉભી કરી શક્યાં નહિ.

1947 થી 1962, 1972 થી 1977 કોંગ્રેસનું શાસન રહ્યું
WEST BENGAL માં વર્ષ 1947 થી 1962 અને 1972 થી 1977 એમ કુલ 20 વર્ષ જેટલું કોંગ્રેસનું શાસન રહ્યું.પણ આજે કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય જીત્યો નથી. કોંગ્રેસ તેની નિષ્ફળતા માટે ધ્રુવીકરણ માટેનું બહાનું પણ શોધી રહી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી કહે છે, “મમતા બેનર્જીએ મુસ્લિમોમાં ભયની ભાવના ઉભી કરવામાં સફળતા મેળવી છે. અમે લોકોને ખાતરી આપવામાં નિષ્ફળ ગયા કે કોંગ્રેસ એકમાત્ર એવી શક્તિ છે જે સતત ભાજપ અને તેની કોમવાદી વિચારધારા સામે લડતી રહે છે. સીતાલકુચીની ઘટનાથી મમતાએ મતદારોને ધ્રુવીકરણ કરવામાં મદદ કરી.”

આ પણ વાંચો : પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની PM MODI પર શું અસર પડી ? છબી ખરડાઈ કે તાકાત વધી?

Next Article