AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવી શિક્ષણનીતિ 21મી સદીના ભારતનો પાયો નાખશે, વોટ ટુ થીંક નહી, ‘હાઊ ટુ થીંક’ આધારિત શિક્ષણ નીતિઃનરેન્દ્ર મોદી

નવી શિક્ષણનીતિ અંગેનો કોન્કલેવને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો પાયો નાખશે. વર્તમાન શિક્ષણ નીતિમાં વોટ ટુ થીંક છે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં હાઉ ટુ થીંકનો સમાવેશ કરાયો છે. શિક્ષણનીતિ અંગે જેટલી તંદુરસ્ત ચર્ચા થશે એટલી જ સારી શિક્ષણનીતિ બની રહેશે. શિક્ષણનીતિને કોઈએ ભેદભાવયુક્ત નથી ગણાવી […]

નવી શિક્ષણનીતિ 21મી સદીના ભારતનો પાયો નાખશે, વોટ ટુ થીંક નહી, 'હાઊ ટુ થીંક' આધારિત શિક્ષણ નીતિઃનરેન્દ્ર મોદી
| Updated on: Aug 07, 2020 | 6:24 AM
Share

નવી શિક્ષણનીતિ અંગેનો કોન્કલેવને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો પાયો નાખશે. વર્તમાન શિક્ષણ નીતિમાં વોટ ટુ થીંક છે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં હાઉ ટુ થીંકનો સમાવેશ કરાયો છે. શિક્ષણનીતિ અંગે જેટલી તંદુરસ્ત ચર્ચા થશે એટલી જ સારી શિક્ષણનીતિ બની રહેશે. શિક્ષણનીતિને કોઈએ ભેદભાવયુક્ત નથી ગણાવી

જડથી જગ સુધી, મનથી માનવતા સુધી, અતિતથી આધુનિકતા સુધીના તમામ મુદ્દાઓના સમાવેશ સાથે શિક્ષણનીતિ તૈયાર કરાઈ છે. આ શિક્ષણ નીતિ ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને બનાવાઈ છે. કૌશલ્યની જરૂરીયાત રહેશે. કૌશલ્ય ઘડતર માટે શિક્ષણનીતિમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ નર્સરીથી કોલેજ કક્ષા સુધી વૈજ્ઞાનિકઢબે ભણશે. જૂની શિક્ષણ નીતિમાં રસનો વિષય જાણ્યા વિના જ તબીબ, એન્જિનીયર, વકિલ બનવાની હોડ જામતી હતી. નોકરી માટે જાય ત્યારે ખબર પડે કે જે ભણ્યા હતા તે આ નોકરી માટે જરૂરી જ નથી. નવી શિક્ષણ નીતિની ખાસિયત વર્ણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એકઝીટ એજ્યુકેશનનો વિકલ્પ આપેલ છે. જેથી ગમે ત્યારે શિક્ષણ મેળવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">