ભારે વરસાદથી ખેતીક્ષેત્રે નુકસાન ભોગવી ચૂકેલા 14 લાખ ખેડૂતોને સરકારે ચૂકવ્યા 1857 કરોડ

|

Nov 09, 2020 | 8:07 AM

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા અતિ ભારે વરસાદ અને પૂરથી અનેક ખેડૂતોને ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ હતું. વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારે 3700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં કુલ 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી હતી. આ 19 લાખ ખેડૂતો પૈકી 14 […]

ભારે વરસાદથી ખેતીક્ષેત્રે નુકસાન ભોગવી ચૂકેલા 14 લાખ ખેડૂતોને સરકારે ચૂકવ્યા 1857 કરોડ

Follow us on

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા અતિ ભારે વરસાદ અને પૂરથી અનેક ખેડૂતોને ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ હતું. વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારે 3700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં કુલ 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી હતી. આ 19 લાખ ખેડૂતો પૈકી 14 લાખ ખેડૂતોને સરકારે 1857 કરોડ રૂપિયા ચૂકવી દિધા છે. તો બાકીના ખેડૂતોને કેટલીક સ્પષ્ટતાઓ બાદ પણ રાહતની રકમ ચૂકવી દેવામાં આવશે. જો કે રાજ્ય સરકારે સેવેલા અંદાજ સામે 800 કરોડની બચત થવાની સંભાવના છે. સરકારે ભારે વરસાદ અને પૂરથી અસર પામેલા ખેડૂતોની સંખ્યા 27 લાખ અંદાજી હતી. જેની સામે 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ અરજી કરતા 3700 કરોડની સામે 2900 કરોડ રાહત સહાય પેટે ચૂકવવા પડશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article