Mumbai મહાનગરપાલિકાની ચુંટણી હવે આમ આદમી પાર્ટી પણ લડશે

|

Jan 10, 2021 | 11:30 AM

મુંબઈ મહાનગરપાલિકાની વર્ષ 2022 માં યોજાનારી ચુંટણીને લઇને અત્યારથી રાજકારણ ગરમાયુ છે. જેમા આ સમયે  ભાજપ અને શિવસેના અલગ  અલગ ચુંટણી લડવાના છે. ત્યારે  હવે આમ આદમી પાર્ટી પણ બીએમસી ચુંટણી લડવાના મુડમા છે.  

Mumbai મહાનગરપાલિકાની ચુંટણી હવે આમ આદમી પાર્ટી પણ લડશે

Follow us on

મુંબઈ મહાનગરપાલિકાની વર્ષ 2022 માં યોજાનારી ચુંટણીને લઇને અત્યારથી રાજકારણ ગરમાયુ છે. જેમા આ સમયે  ભાજપ અને શિવસેના અલગ  અલગ ચુંટણી લડવાના છે. ત્યારે  હવે આમ આદમી પાર્ટી પણ બીએમસી ચુંટણી લડવાના મુડમા છે.

આ અંગે મુંબઈ પ્રેસ કલબમાં દિલ્હીના ધારાસભ્ય અને આપના લીડર અતિશીએ જણાવ્યું  હતું કે  મુંબઇમા  કોઇ વિપક્ષ નથી.  સત્તાધારી પક્ષ  વિરુદ્ધ મા  આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષ વિપક્ષની ભૂમિકામા જોવા મળશે.

તેમણે વધુ જણાવ્યું કે મુંબઈ કોર્પોરેશનનું બજેટ દિલ્હીના બજેટ કરતાં પણ વધારે છે. જેના પગલે આમ આદમી પાર્ટી કોર્પોરેશનની 227 બેઠક પર આગામી 2022ની ચુંટણી પણ લડશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આમ આદમી  પાર્ટીએ શિવસેના પર  ખરાબ નાણાંકીય વ્યવસ્થાપનનો આક્ષેપ કર્યો  હતો. શિવસેના મોટા કોન્ટ્રાકટરને ધ્યાનમા રાખે છે . તેમજ  બીએમસી  સ્ટેન્ડિંગ કમિટી એક જ દિવસમાં 300 ઠરાવ એક જ દિવસમા મંજૂર કર્યા હતા,

અતિશીએ જણાવ્યું હતું કે  અમે જ્યારે દિલ્હીમાં સત્તામા આવ્યા ત્યારે રાજ્ય  ખોટમા હતું. પરતું અરવિંદ કેજરીવાલના નેતૃત્વમા અને વૈશ્વિક પ્રયાસોના લીધે અને લોક ઉપયોગી નીતિઓના લીધે તેને નફો કરતું રાજ્ય બનાવ્યું છે.  કેગના જણાવ્યા અનુસાર દિલ્હી સમગ્ર દેશમાં એકમાત્ર મહેસૂલી સરપ્લસ ધરાવતું રાજ્ય છે.

આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ન ફડનવીસ મુંબઈને ઓપન ડિફેકસન  ફ્રી જાહેર કર્યું હતું પરંતુ વાસ્તવિકતા અલગ છે.  મુંબઈમા 42 પુરુષો અને 34 મહિલાઓ  વચ્ચે એક ટોઈલેટ છે.  તેની માટે 1600 કરોડની ફાળવણી કરી હોવા છતાં મુંબઇના રોડ  બિસ્માર હાલતમાં જોવા મળે છે.

Published On - 11:21 am, Sun, 10 January 21

Next Article