મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની અગ્નિ પરીક્ષા, ભાજપનું ઓબીસી અનામત મુદ્દે રાજ્ય વ્યાપી ચક્કાજામ, અનેક નેતાઓની અટકાયત

|

Jun 26, 2021 | 5:24 PM

મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યમાં થાણે, મુંબઇ, નાગપુર, પુણે, ઔરંગાબાદ, સોલાપુર સહિતના ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન ચાલુ છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની અગ્નિ પરીક્ષા, ભાજપનું ઓબીસી અનામત મુદ્દે રાજ્ય વ્યાપી ચક્કાજામ, અનેક નેતાઓની અટકાયત
મહારાષ્ટ્રમાં ભાજપનું ઓબીસી અનામત મુદ્દે રાજ્ય વ્યાપી ચક્કાજામ

Follow us on

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી(OBC)  અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે(BJP) શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે.

ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી

જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ(BJP) કાર્યકરો ઓબીસી(OBC) અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યમાં થાણે, મુંબઇ, નાગપુર, પુણે, ઔરંગાબાદ, સોલાપુર સહિતના ઘણા સ્થળોએ  વિરોધ પ્રદર્શન ચાલુ છે. જેના પગલે અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થાણેમાં હંગામો મચાવનારા ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભાજપના હજારો કાર્યકર્તા રસ્તા પર

આ ઉપરાંત મુંબઈના મુલુંડ ચેકનાકા વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભાજપના હજારો કાર્યકર્તા રસ્તા પર આવ્યા છે. જેમાં સાંસદ મનોજ કોટક, ધારાસભ્ય આશિષ શેલાર, મિહિર કોટેચા, પરાગ શાહ, ભારચંદ્ર શિરસાતની આગેવાનીમાં ચક્કાજામ આંદોલન કરવામાં આવ્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અટકાયત

ઓબીસી અનામતના સમર્થનમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અટકાયત કરી હતી. વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યારે કાઉન્સિલના વિપક્ષી નેતા પ્રવિણ દારેકરે થાણેમાં એક આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે શહેરને મુંબઈ સાથે જોડતો રસ્તો થોડા સમય માટે બંધ થયો હતો.

દહીંસર ટોલનાકા ખાતે  એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં અટવાઇ

1 કલાકથી મુંબઇ લેન ટ્રાફિક જામ

ફાઉન્ટેન બ્રિજથી દહિસર ટોલ નાકા સુધી વાહનોની કતારો

એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં અટવાઇ

ભાજપ  ભવિષ્યમાં મોટુ આંદોલન કરશે

પુનામાં વિરોધ પ્રદર્શન કરનાર ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેએ કહ્યું હતું કે, જો ભાજપની માંગ નહીં માનવામાં આવે તો પાર્ટી ભવિષ્યમાં મોટુ આંદોલન કરશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર ઓબીસી માટે રાજકીય અનામત જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે સરકાર ઓબીસી અનામત જાળવી ના શકી જે સમુદાયના વિકાસ માટે જરૂરી છે.

રાજ્ય ચૂંટણી પાંચ જિલ્લામાં પેટા- ચૂંટણીની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ધૂલે, નંદુરબાર, વશીમ, અકોલા અને નાગપુર જિલ્લામાં પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં જિલ્લા પરિષદની 85 બેઠકો અને 144 પંચાયત સમિતિની બેઠકો છે જેના માટે ચૂંટણી યોજાવાની છે. શુક્રવારે ભાજપે માંગ કરી હતી કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક અરજી કરીને પાંચ જિલ્લાઓમાં પેટા ચૂંટણી મુલતવી રાખવા અપીલ કરવી જોઇએ.

આ  છે કેસ 

સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને પ્રવેશ અને સરકારી નોકરીમાં અનામત આપતા મહારાષ્ટ્ર કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તે જ સમયે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેના અનામતને ધ્યાનમાં લીધા પછી આદેશ આપવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓમાં અનામત કુલ બેઠકોના 50 ટકાથી વધુ ન થઈ શકે.

Published On - 4:14 pm, Sat, 26 June 21

Next Article