Tamilnadu Assembly Election: બિહાર અને ગુજરાતમાં જીત બાદ Owaisiનું એલાન, તમિલનાડુમાં પણ લડશે ચૂંટણી

|

Mar 01, 2021 | 3:46 PM

Tamilnadu Assembly Election : બિહાર વિધાનસભાની ચૂંટણી અને હવે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતનારા એઆઈએમઆઈએમના પ્રમુખ Asaduddin Owaisi એ એક મોટી જાહેરાત કરી છે. Asaduddin Owaisi એ કહ્યું છે કે હવે અમારી પાર્ટી તમિલનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડશે.

Tamilnadu Assembly Election: બિહાર અને ગુજરાતમાં જીત બાદ Owaisiનું એલાન, તમિલનાડુમાં પણ લડશે ચૂંટણી

Follow us on

Tamilnadu Assembly Election : બિહાર વિધાનસભાની ચૂંટણી અને હવે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતનારા એઆઈએમઆઈએમના પ્રમુખ Asaduddin Owaisi એ એક મોટી જાહેરાત કરી છે. Asaduddin Owaisi એ કહ્યું છે કે હવે અમારી પાર્ટી તમિલનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકરો પણ ઉત્તર પ્રદેશની તૈયારી કરી રહ્યા છે. આવતા વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ છે.

યુપીમાં પણ કાર્યકરો સખત મહેનત કરી રહ્યા છે – ઓવૈસી

Asaduddin Owaisi એ કહ્યું કે, અમે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી લડીશું. અમારા કેટલાક ઉમેદવારોએ ગુજરાત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. હું આજે રાજસ્થાનમાં પાર્ટીના સભ્યોની સમીક્ષા કરવા અને વાત કરવા માટે જઉ  છું. તેમણે કહ્યું, અમારી પાર્ટીના કાર્યકરો ઉત્તર પ્રદેશમાં પણ મહેનત કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સમય આવશે ત્યારે બંગાળમાં પાર્ટીની વ્યૂહરચના વિશે જણાવીશું : Asaduddin Owaisi

ગઈકાલે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફુરફુરા શરીફ દરગાહના પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ ગઈ કાલે ડાબેરીઓ અને કોંગ્રેસ સાથે મંચ શેર કર્યો હતો. આ અંગે Asaduddin Owaisi એ કહ્યું, ‘ મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝિલ, મગર લોગ સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા. હું યોગ્ય સમયે પર પશ્ચિમ બંગાળમાં પાર્ટીની વ્યૂહરચના વિશે વાત કરીશ. ‘

ગુજરાત-બિહારમાં ઓવૈસીનો વિજય

તમને જણાવી દઇએ કે પ્રથમ વખત ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડનારા Asaduddin Owaisi ના એઆઈઆઈએમએમએ અમદાવાદના મુસ્લિમ બહુમતી જમાલપુર અને મકતમપુરા વોર્ડની સાત બેઠકો જીતી હતી. આ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એઆઈઆઈઆઈએમએ પાંચ સીટો જીતી હતી.

તમિલનાડુ-બંગાળમાં ચૂંટણી ક્યારે છે

તમિલનાડુ વિધાનસભાની મુદત 31 મે 2021 ના ​​રોજ સમાપ્ત થઈ રહી છે અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની મુદત 30 મે 2021 ના ​​રોજ સમાપ્ત થઈ રહી છે. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો માટે 6 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. તે જ સમયે બંગાળની 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે. બંને રાજ્યોના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

Next Article