કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ

|

Jul 17, 2019 | 10:36 AM

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે હવે વિધાનસભાના સ્પીકરે જ નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે 15 બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી પર ચુકાદો આપી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, સ્પીકર નિયમો પ્રમાણે સ્વતંત્ર રીતે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે […]

કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ
karnataka

Follow us on

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે હવે વિધાનસભાના સ્પીકરે જ નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે 15 બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી પર ચુકાદો આપી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, સ્પીકર નિયમો પ્રમાણે સ્વતંત્ર રીતે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના આ ચુકાદા પ્રમાણે હવે ગુરુવારે જ કર્ણાટક સરકારે વિશ્વાસ મત સાબિત કરવાનો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, બળવાખોર ધારાસભ્યોને વિશ્વાસના મત સમયે વિધાનસભામાં જવા માટે કોઈ દબાણ કરી શકાશે નહીં. તેઓ વિધાનસભામાં જવા માટે સ્વતંત્ર છે. મહત્વનું છે કે બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર રાજીનામું ન સ્વીકારતા હોવાના આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજીતરફ કર્ણાટકની કુમારસ્વામી સરકારનું સંકટ વધી ગયું છે. કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આવતીકાલે સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. જો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર થશે, તો આવા સંજોગોમાં સરકારને બહુમત માટે 104 ધારાસભ્યોની જરૂર હશે. જે તેમની પાસે નથી. જેથી આ સંજોગોમાં સરકાર પડી જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવશે તો પણ ગૃહમાં વિશ્વાસનો મત મેળવવા સરકારને બહુમત માટે 104 મત જોઈશે. જે તેમની પાસે ન હોવાથી સરકાર પડી ભાંગશે. અને જો સરકાર પડી ભાંગશે તો, ભાજપ રાજ્યપાલ વજુ વાળાને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે. બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે- જો સરકાર પડી જશે તો તેઓ 3 દિવસમાં જ ભાજપની સરકાર બનાવશે.

[yop_poll id=”1″]

Next Article