AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે માયાવતીને મોદીથી લઈ યોગી સુધી કોઈ ન રોકી શક્યાં, તેમને એક વકીલે રોડ પર લાવી મૂક્યાં, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે કંગાળ થવાના છે માયાવતી

સુપ્રીમ કોર્ટે BSP સુપ્રીમો માયાવતીને આપ્યો છે મોટો આંચકો. સુપ્રીમ કોર્ટે માયાવતીના કાર્યકાળમાં બનાવવામાં આવેલ સ્મારકો અને મૂર્તિઓ પર ખર્ચ કરાયેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. વર્ષ 2009માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી કરતા ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈએ આ આદેશ આપ્યો. અરજી પર આગામી સુનાવણી 2 એપ્રિલે થશે. માયાવતીના વકીલે સુનવણી મે […]

જે માયાવતીને મોદીથી લઈ યોગી સુધી કોઈ ન રોકી શક્યાં, તેમને એક વકીલે રોડ પર લાવી મૂક્યાં, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે કંગાળ થવાના છે માયાવતી
| Updated on: Feb 08, 2019 | 7:30 AM
Share

સુપ્રીમ કોર્ટે BSP સુપ્રીમો માયાવતીને આપ્યો છે મોટો આંચકો. સુપ્રીમ કોર્ટે માયાવતીના કાર્યકાળમાં બનાવવામાં આવેલ સ્મારકો અને મૂર્તિઓ પર ખર્ચ કરાયેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો છે.

વર્ષ 2009માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી કરતા ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈએ આ આદેશ આપ્યો. અરજી પર આગામી સુનાવણી 2 એપ્રિલે થશે. માયાવતીના વકીલે સુનવણી મે બાદ કરવાની અપીલ કરી, પરંતુ રંજન ગોગોઈએ કહ્યું, ‘અમને કંઇક વધુ કહેવા માટે મજબૂર ન કરો, હવે આ કેસની સુનાવણી 2 એપ્રિલે થશે.’

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘પહેલી નજરે તો બીએસપી પ્રમુખે પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સ્મારકો અને મૂર્તિઓ પર ખર્ચ કરવામાં આવેલા પ્રજાના પૈસા સરકારી ખજાનામાં પરત કરવા પડશે. તેમણે આ પૈસા પરત કરવા જોઇએ.’

SONY DSC

સુપ્રીમ કોર્ટના વકીલ અને નૉર્ધન રિજનલ ટ્રેનિંગ પ્રોગ્રામ ઑન ટ્રાફિકિંગના પ્રમુખ રવિકાંતે 2009માં માયાવતી વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી.

નોંધનીય છે કે માયાવતીએ મુખ્યપ્રધાન પદે રહેતા ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હાથી, કાંશીરામ અને માયાવતીની મૂર્તિઓ બનાવડાવી હતી. માયાવતીએ ઘણા એવા પાર્ક તથા સ્મારક પણ બનાવડાવ્યા કે જેમાં તેમની અને હાથીની મૂર્તિ હતી. આ સાથે કાંશીરામ તથા આંબેડકરની પણ અનેક મૂર્તિઓ સ્થાપવામાં આવી.

કહેવાય છે કે આ મૂર્તિ-સ્મારકો બનાવવા પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતાં. લખનઉ વિકાસ પ્રાધિકરણ (એલડીએ)ના રિપોર્ટ મુજબ માયાવતીએ લખનઉ, નોએડા અને ગ્રેટર નોએડામાં પાર્ક-મૂર્તિઓ પર 5,919 કરોડ રૂપિયા ખર્ચ્યા હતાં.

હાલમાં ભલે એસપી અને અખિલેશ યાદવે માયાવતી સાથે ચૂંટણી ગઠબંધન કરી લીધું હોય, પણ એક સમયે મુખ્યપ્રધાન બન્યા બાદ અખિલેશ યાદવે પણ મૂર્તિ-સ્મારકોનો વિરોધ કર્યો હતો. અખિલેશે તો માયાવતી સામે મૂર્તિ-સ્મારક બનાવવા પાછળ 40,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ પણ લગાવ્યો હતો.

[yop_poll id=1200]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">