ભ્રષ્ટાચાર મામલે કર્ણાટકના મુખ્યપ્રધાન BS Yedurappaને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત

|

Apr 05, 2021 | 6:39 PM

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.સી. એસ. યેદિયુરપ્પાને (CM B.S Yedurappa) ભ્રષ્ટાચારને લગતા કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે.

ભ્રષ્ટાચાર મામલે કર્ણાટકના મુખ્યપ્રધાન BS Yedurappaને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત
Yeddyurappa (File Image)

Follow us on

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.સી. એસ. યેદિયુરપ્પાને (CM B.S Yedurappa) ભ્રષ્ટાચારને લગતા કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી બી.સી. એસ. યેદીયુરપ્પા વિરુદ્ધ જમીન હસ્તગત કરવાના ઈરાદે સૂચના પાછી ખેંચવા સંબંધિત કથિત ભ્રષ્ટાચાર માટેના ગુનાહિત કેસ પર સોમવારે રોક લગાવી દેવામાં આવી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે હાઈકોર્ટના ચુકાદા સામે મુખ્યપ્રધાનની અરજીની સુનાવણી દરમિયાન નોટિસ ફટકારી હતી અને તેમની વિરુદ્ધ સુનાવણી સ્થગિત કરી હતી. મુખ્યમંત્રીએ તેમની સામે ફોજદારી કેસ રદ કરવાની માંગણી કરતી અરજીને રદ કરવા માટે હાઈકોર્ટ સામે અરજી કરી હતી.

 

ગયા ફેબ્રુઆરીમાં કર્ણાટક હાઈકોર્ટે સીએમ યેદીયુરપ્પા પરના આરોપોની નોંધ લેવા અને 2012માં લોકાયુક્ત પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ આગળ વધારવા માટે એક વિશેષ અદાલતને નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના 21 માર્ચના આ હુકમની સામે યેદિયુરપ્પાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટે આ કેસ પર હાલના તબક્કે સ્ટે આપવાનો આદેશ આપ્યો છે.

 

યેદિયુરપ્પા સામેની વ્યક્તિગત ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વર્ષ 2008-12 મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેમણે જમીન સંપાદન દ્વારા 20 એકર જમીન ગેરકાયદેસર રીતે અધિસુચિત કરી હતી. જેથી અંગત પક્ષકારોને ઉચિત લાભ મળી શકે.

 

આ ચુકાદાને લઈને લોકો ટ્વીટર પર લોકો અલગ અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Anil Deshmukhના રાજીનામા પર કંગના રનૌતે સાધ્યું નિશાન, કહ્યું ‘આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે’

Next Article