નાગરિકતા વિવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી

|

May 09, 2019 | 10:16 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નાગરિકતા વિવાદમાં સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમની વિરૂધ્ધ દાખલ થયેલી અરજીને રદ કરી દીધી છે. આ દરમિયાન કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે તમે કોણ છો? તેની પર અરજીકર્તાએ કહ્યું કે તે ભારતના નાગિરક છે સાથે જ સામાજીક કાર્ય અને રાજનીતિ કરે છે. અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે […]

નાગરિકતા વિવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નાગરિકતા વિવાદમાં સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમની વિરૂધ્ધ દાખલ થયેલી અરજીને રદ કરી દીધી છે.

આ દરમિયાન કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે તમે કોણ છો? તેની પર અરજીકર્તાએ કહ્યું કે તે ભારતના નાગિરક છે સાથે જ સામાજીક કાર્ય અને રાજનીતિ કરે છે. અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીની પાસે બ્રિટેનની નાગિરકતા છે પણ સુપ્રીમ કોર્ટે અરજી કરનારની દલીલને રદ કરી દીધી.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આની પહેલા ભાજપે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલો ઉભા કર્યા હતા. આ મામલે ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી. ગૃહ મંત્રાલયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર મોકલી હતી. આ નોટિસના જવાબમાં કોંગ્રેસે કહ્યું હતું કે રાહુલ ગાંધી જન્મથી જ ભારતીય છે અને પુરી દુનિયા જાણે છે.

આ પણ વાંચો: 6 મહિના બાદ ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર, યાત્રાળુઓ માટે રહેવા, જમવા અને અવર-જવર કરવા માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા

સુપ્રીમ કોર્ટે અરજી કરનારને કહ્યું કે ખાલી કોઈ વિદેશી કંપનીના દસ્તાવેજ લાવીને આવો દાવો કરો છો તે યોગ્ય નથી તેથી આ અરજીને રદ કરવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article