માયાવતી-અખિલેશ 25 વર્ષ બાદ એકસાથે કરશે દેવબંદ ખાતે રેલી, જાણો શું છે આ મહારેલી પાછળની રણનીતિ?
લોકસભાની ચૂંટણીને ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને જોર પક્ડયું છે ત્યારે ભાજપ સરકારને હંફાવવા માટે દુશ્મનો પણ મિત્રો બની ગયા છે. છેલ્લાં 25 વર્ષથી જેમણે સાથે રેલી નથી કરી તે હવે સાથે રેલી કરવા જઈ રહ્યાં છે. ભારતની રાજનીતિ માટે ઉત્તરપ્રદેશ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે ઉત્તરપ્રદેશ પર જે કબજો મેળવે છે તે દેશની પ્રધાનમંત્રીની […]

લોકસભાની ચૂંટણીને ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને જોર પક્ડયું છે ત્યારે ભાજપ સરકારને હંફાવવા માટે દુશ્મનો પણ મિત્રો બની ગયા છે. છેલ્લાં 25 વર્ષથી જેમણે સાથે રેલી નથી કરી તે હવે સાથે રેલી કરવા જઈ રહ્યાં છે.
ભારતની રાજનીતિ માટે ઉત્તરપ્રદેશ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે ઉત્તરપ્રદેશ પર જે કબજો મેળવે છે તે દેશની પ્રધાનમંત્રીની ગાદી સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે. દેશને ઉત્તરપ્રદેશે અનેક પ્રધાનમંત્રીઓ પણ આપ્યા છે.
2019માં લોકસભાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. રાલોદ એટલે કે રાષ્ટ્રીય લોક દલ પણ તેમની સાથે છે. આમ 25 વર્ષ બાદ માયાવતી અને અખિલેશ એકસાથે રેલી કરવા જઈ રહ્યાં છે. 1995ના ગેસ્ટ હાઉસ કાંડ બાદ માયાવતી અને મુલાયમ છુટ્ટા પડી ગયા હતા બાદમાં હવે લોકસભાની ચૂંટણી જીતવા ફરીથી માયાવતીએ અખિલેશ સાથે ગઠબંધન કર્યું છે.
સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટી આ રેલી દ્વારા પોતાના અમુક ચોક્કસ મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સપા, બસપા અને આરએલડી ઈચ્છે કે જાટ અને મુસ્લિમ વોટબેંકને કવર કરી શકાય આમ આ ખાસ રેલીનું ધ્યેય મુસ્લિમ-જાટ વોટબેંકને સાધવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારના દિવસે દેવબંદ ખાતે ત્રણેય પાર્ટીઓ મળીને આ મહારેલી કરવા જઈ રહી છે જેમાં 25 વર્ષ બાદ અખિલેશ અને માયાવતી એકસાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]