SitalKuchi Firing: મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મળશે મદદ, TMCએ કર્યુ પ્રદર્શન

|

Apr 11, 2021 | 6:23 PM

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Assembly Election) ચોથા તબક્કામાં શીતલકુચીમાં (Sitalkuchi) CISFની ગોળીથી 4 લોકોના મોત થવા મામલે રાજકીય માહોલે ગરમી પકડી છે.

SitalKuchi Firing: મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મળશે મદદ, TMCએ કર્યુ પ્રદર્શન

Follow us on

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Assembly Election) ચોથા તબક્કામાં શીતલકુચીમાં (Sitalkuchi) CISFની ગોળીથી 4 લોકોના મોત થવા મામલે રાજકીય માહોલે ગરમી પકડી છે. શીતલકુચીની ઘટનાને લઈ મુખ્યપ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee)અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (HM Amit Shah) આમને-સામને છે અને સતત એક બીજા પર હુમલો કરી રહ્યા છે.

 

બીજી તરફ ચૂંટણી પંચે શીતલકુચીમાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 2-2 લાખ રૂપિયા આપવાની અનુમતિ આપી દીધી છે. ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો છે કે આ રકમનું વિતરણ પૂરી રીતે વહીવટી અધિકારીઓની દેખરેખ હેઠળ થશે અને ચૂંટણી પ્રચારમાં તેનો કોઈ ઉપયોગ નહીં થાય.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ટીએમસીએ રસ્તા પર ઉતરી કર્યુ પ્રદર્શન

બીજી તરફ શીતલકુચીમાં ફાયરિંગની વિરૂદ્ધ TMCએ રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યુ. TMCના નેતા બ્રત્ય બસુ, ઈન્દ્રનીલ સેન, શુભા પ્રસન્ના અને કબીર સુમન સહિત TMCના નેતાઓએ મેયો રોડ સ્થિત ગાંધી મૂર્તિ સમક્ષ પ્રદર્શન કર્યુ. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ શીતલકુચીની ઘટના વિરૂદ્ધ રવિવારે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

 

TMCના નેતા બ્લેક પોસ્ટર લઈને ઉભા હતા અને બ્લેક બેચ પહેરલો હતો. તેમાં લખ્યું હતું કે ‘Bullet Revenge by BALLOT’ અને આ નરસંહારની નિંદા કરીએ છીએ. તમને જણાવી દઈએ કે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ શીતલકુચીની ફાયરિંગની ઘટનાની તુલના નંદીગ્રામ સાથે કરતા કહ્યું કે નંદીગ્રામની જેમ જ શીતલકુચીમાં પણ નરસંહાર થયો છે.

 

આ પણ વાંચો: Fire incident : મુંબઈ, નોઇડા, સિક્કિમ અને વિશાખાપટ્ટનમમાં આગની ઘટના, નોઇડામાં બે બાળકોના મૃત્યુ

Next Article