Fire incident : મુંબઈ, નોઇડા, સિક્કિમ અને વિશાખાપટ્ટનમમાં આગની ઘટના, નોઇડામાં બે બાળકોના મૃત્યુ

Fire incident : આજે મુંબઈના વાશીમાં, નોઇડાના સેક્ટર 63માં, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અને સિક્કીમના લાચુંગમાં આગની ઘટના ઘટી હતી.

Fire incident : મુંબઈ, નોઇડા, સિક્કિમ અને  વિશાખાપટ્ટનમમાં આગની ઘટના, નોઇડામાં બે બાળકોના મૃત્યુ
PHOTO : ANI
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 5:43 PM

Fire incident : દેશમાં એક બાજુ કોરોના સંકટ ચાલી રહ્યું છે બીજી બાજુ આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આજે 11 એપ્રિલના રોજ નોઇડાના સેક્ટર 63માં, મુંબઈના વાશીમાં, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અને સિક્કીમના લાચુંગમાં આગની ઘટના ઘટી હતી. આગની આ ચાર ઘટનામાં નોઇડામાં બે બાળકોના આગમાં મૃત્યુ થયાના સમાચાર છે.

નોઇડા : ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, બે બાળકોનાં મોત રવિવારે બપોરે નોઈડામાં ભીષણ આગ (fire in Noida) લાગી હતી. ફેઝ-3 ના સેક્ટર-63માં સ્થિત બહલોલપુરની ઝૂંપડપટ્ટીમાં આ ભીષણ આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આગ લાગી છે ત્યાં લગભગ 1200 ઝૂંપડપટ્ટીઓ છે. આ આગમાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે. અ બંને બાળકોની માતા તેમને સુવડાવી નોકરી પર ગયા પછી આ આઘની ઘટના ઘટી હતી. ફાયર વિભાગના 30 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આગની ઘટના (Fire incident ) થી આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગૌતમબુદ્ધનગર પોલીસના મીડિયા સેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે આ ઝૂંપડીઓમાં મોટા પ્રમાણમાં કચરો હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. અહીં રહેતા મોટાભાગના લોકો પ્લાસ્ટિક ભેગું કરવાનું કામ કરે છે. સિલિન્ડર ફાટવાના કારણે ઝૂંપડીમાં આગ ભભૂકી ઉઠી હતી અણી વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુના ઝુપડાઓમાં પણ ફેલાઈ હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મુંબઈ : વાશીમાં રીયલ ટેક પાર્કમાં આગ મુંબઈના વાશી વિસ્તારમાં રીયલ ટેક પાર્કમાં 14 માળની બિલ્ડીંગમાં આગ (fire in Vashi) લાગી હતી. આ 14 માળની બિલ્ડીંગમાં ઉપરના 3 માળે આગ ફાટી નીકળી હતી. જો કે લોકડાઉન હોવાથી બિલ્ડીંગનો ઓફિસો ખાલી હતી એટલે મોટી જાનહાની ટળી છે. આગની આ ઘટના (Fire incident )માં જાનહાનીના કોઈ સમાચાર નથી. આગનું કારણ જાણવા મળેલ નથી.

વિશાખાપટ્ટનમ : સ્ક્રેપયાર્ડમાં આગ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સ્ક્રેપયાર્ડમાં આગ (fire in Visakhapatnam) લાગવાના સમાચાર છે. સ્ક્રેપયાર્ડમાં મોટા પ્રમાણમાં સ્ક્રેપનો જથ્થો હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હજી સુધી આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

સિક્કિમ: બે માળની બિલ્ડિંગમાં આગ લાગી સિક્કીમમાં આજે સવારે એક બે માળની બિલ્ડિંગમાં આગ ( fire in Sikkim) લાગી. લાચુંગમાં GRIF કેમ્પ પાસેની એક બે માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. ITBPના જવાનોએ આ બિલ્ડિંગમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">