VIDEO: શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ અને અજીત પવારે ગુંડાગર્દી શરૂ કરી છે

|

Nov 25, 2019 | 5:25 AM

  મહારાષ્ટ્રમાં સરકારની રચના બાદ પણ રાજકીય સંકટ વધી ગયુ છે. ત્યારે શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન સાધ્યું છે. જેમાં ભાજપ પર સત્તા મેળવવા માટે તેની નૈતિકતા અને નીતિને તાક પર રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામનામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપ સત્તા માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. Web […]

VIDEO: શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ અને અજીત પવારે ગુંડાગર્દી શરૂ કરી છે

Follow us on

 

મહારાષ્ટ્રમાં સરકારની રચના બાદ પણ રાજકીય સંકટ વધી ગયુ છે. ત્યારે શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન સાધ્યું છે. જેમાં ભાજપ પર સત્તા મેળવવા માટે તેની નૈતિકતા અને નીતિને તાક પર રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામનામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપ સત્તા માટે કોઈપણ સ્તરે જઈ શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ ભાજપ વિધાનસભાના બહુમતીના આંકડાને સ્પર્શ કરી શક્શે નહીં. સામનામાં એમ પણ લખવામાં આવ્યું છે કે ભાજપના હાથમાં સત્તા છે, તપાસ એજન્સીઓ છે, ઘણાં કાળા નાણાં છે અને ત્યારે જ મહારાષ્ટ્રમાં મનફાવે તે રીતે રાજકારણમાં પરિવર્તન લાવવાનું વિચારે છે. સામનામાં આરોપ લગાવાયો છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા ભાજપની વ્યાવસાયિક વૃત્તિ અને ફસાવવાની કળાને કારણે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે અજીત પવાર સાથે ગયેલા તમામ ધારાસભ્યો પરત આવ્યા, ભાજપ અને અજીત પવારે ગુંડાગર્દી શરૂ કરી છે. ભાજપે હોર્સ ટ્રેડિંગ શરૂ કર્યું હોવાનો શિવસેનાનો આક્ષેપ છે. ભાજપે ધારાસભ્યોને ધમકાવ્યા અને તેમને રૂમમાં પુરી રાખ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article