મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

|

Oct 19, 2020 | 12:18 PM

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને શિક્ષાના ક્ષેત્રે આરક્ષણ આપશે. 5 ટકાના લેવલ પર અનામતની જોગવાઈ કરી શકે છે. આ જાણકારી લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિક દ્વારા શુક્રવારે વિધાનસભામાં અપાઈ છે. એક પ્રશ્નના જવાબમાં મુસ્લિમ આરક્ષણની સ્થિતિ પર આ વાત રજૂ કરી હતી. આ પણ વાંચોઃ વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં […]

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

Follow us on

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને શિક્ષાના ક્ષેત્રે આરક્ષણ આપશે. 5 ટકાના લેવલ પર અનામતની જોગવાઈ કરી શકે છે. આ જાણકારી લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિક દ્વારા શુક્રવારે વિધાનસભામાં અપાઈ છે. એક પ્રશ્નના જવાબમાં મુસ્લિમ આરક્ષણની સ્થિતિ પર આ વાત રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં ઓફર, ‘રાજ્યસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસ ધારાસભ્યોને આવવું હોય તો આવી શકે’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવાબ મલિકે જણાવ્યું કે, ખાનગી શાળા-કોલેજમાં પણ આ આરક્ષણનો અમલ કરવા માટે કાનૂની પાંસાઓ જોવાઈ રહ્યા છે. આ સાથે ઉદ્ધવ સરકારે ખાનગી સંસ્થામાં નોકરી માટે પણ અધ્યાદેશ લાવી કાનૂન બનાવવાનો વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં આ મામલે કોઈ નિર્ણય સામે આવી શકે છે. સાથે જણાવ્યું કે, પાછલી સરકારે જાણીને આ વિષય પર કોઈ કામગીરી હાથમાં લીધી નહોતી.

 

નવાબ મલિકે કહ્યું કે, મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં અનામત આપવા અંગે હાઈકોર્ટે પોતાનો પક્ષ રાખ્યો છે. પરંતુ પાછલી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. અમે ટૂંક સમયમાં આ અંગેની ઘોષણા સાથે કાનૂન બનાવી હાઈકોર્ટના આદેશનું પાલન કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસ ધારાસભ્ય જિશાન સિદ્દીકીએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ નિર્ણયથી યુવાનોને શિક્ષણનો વધુ લાભ મળશે. અને રોજગારીના ક્ષેત્રે પણ પોતાની જાતને આગળ લાવી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:30 am, Fri, 28 February 20

Next Article