મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના શક્તિ પ્રદર્શનના અંતમાં શપથવિધિઃ હું ભાજપનો સમર્થક નથી

|

Nov 25, 2019 | 3:26 PM

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના 162 ધારાસભ્યો હાજર છે. ત્યારે આ ત્રણેય પાર્ટી એક હોવાનો સંદેશો સમગ્ર દેશને આપી રહ્યા છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના શું છે તે અમે હવે બતાવીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી અમે તમારી સાથે હતા ત્યારે તમે સમજી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં માત્ર 5 વર્ષ નહીં પણ […]

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના શક્તિ પ્રદર્શનના અંતમાં શપથવિધિઃ હું ભાજપનો સમર્થક નથી

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના 162 ધારાસભ્યો હાજર છે. ત્યારે આ ત્રણેય પાર્ટી એક હોવાનો સંદેશો સમગ્ર દેશને આપી રહ્યા છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના શું છે તે અમે હવે બતાવીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી અમે તમારી સાથે હતા ત્યારે તમે સમજી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં માત્ર 5 વર્ષ નહીં પણ લાંબા સમય સુધી સરકાર ચલાવવા અમે સાથે આવ્યા છીએ. તો કાર્યક્રમના અંતમાં હાજર તમામ ત્રણેય પાર્ટીના ધારાસભ્યોને શપથ પણ લેવડાવી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શનઃ હવે ખબર પડશે કે, શિવસેનાની શું તાકાત છેઃ ઉદ્ધવ ઠાકરે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ શપથમાં વચનબદ્ધ થયા કે, હું ભાજપનો સમર્થક નથી. હું ખરાબ નિયતથી કોઈ કામ કરીશ નહીં. હું મારી પાર્ટીની વિરુદ્ધમાં પણ કોઈ કામ કરીશ નહીં. શપથ ગ્રહણ કર્યા બાદ એકસાથે બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજના નામની જયકાર કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે, ઉદ્ધવ ઠાકરે પછી શરદ પવારે સંબોધન કર્યું હતું. શરદ પવારે કહ્યું કે, આ ગઠબંધન થોડા સમય માટે નથી. લાંબા સમય સુધી છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે ખોટી રીતે સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટું ગઠબંધન અને ધારાસભ્યોનું સંખ્યાબળ અહીં છે. કર્ણાટક, ગોવા, મણીપુરમાં બહુમત ન હોવા છતાં પાવરનો ઉપયોગ કરીને સરકાર બનાવી છે. દેશનો ઈતિહાસ બદલાશે જેની શરૂઆત મહારાષ્ટ્રમાંથી થઈ ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article