મહારાષ્ટ્ર: ભાજપ નેતા સુધીર મુનગંટીવારના નિવેદન પર ભડકી શિવસેના, કહ્યું કે શું રાષ્ટ્રપતિ ભાજપની મુઠ્ઠીમાં છે?

|

Nov 02, 2019 | 4:15 AM

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કરેલા નિવેદન પર શિવસેનાએ પલટવાર કર્યો છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપ અને સુધીર મુનગંટીવાર પર આકરા પ્રહાર કર્યા છે. મુનગંટીવારે એવું નિવેદન કર્યું હતું કે જો 7 નવેમ્બર સુધી મહારાષ્ટ્રમાં સરકાર નહીં બને તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી થશે.    Web […]

મહારાષ્ટ્ર: ભાજપ નેતા સુધીર મુનગંટીવારના નિવેદન પર ભડકી શિવસેના, કહ્યું કે શું રાષ્ટ્રપતિ ભાજપની મુઠ્ઠીમાં છે?

Follow us on

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કરેલા નિવેદન પર શિવસેનાએ પલટવાર કર્યો છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપ અને સુધીર મુનગંટીવાર પર આકરા પ્રહાર કર્યા છે. મુનગંટીવારે એવું નિવેદન કર્યું હતું કે જો 7 નવેમ્બર સુધી મહારાષ્ટ્રમાં સરકાર નહીં બને તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી થશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમના આ નિવેદન પર શિવસેનાએ સામનામાં લખ્યું છે કે- અમને રાષ્ટ્રપતિ શાસનની ધમકી ન આપો. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાવાળા પહેલા સરકાર બનાવવાનો દાવો તો રજૂ કરો. સામનામાં લખ્યું છે કે ભાજપ અને મુનગંટીવારના મનમાં શું ઝેર ઉકળી રહ્યું છે? તેમના આવા નિવેદનો જ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ ભાજપની મુઠ્ઠીમાં છે અથવા તેમનો રબર સ્ટેમ્પ રાજ્યના ભાજપ કાર્યાલયમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રામદાસ આઠવલેએ આ પ્રકારનું બંધારણનું અપમાન સહન ન કરવું જોઈએ. સામનામાં લખ્યું છે કે- અમને ધમકી ન આપો. મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેના માટે અમે જવાબદાર નથી. મહત્વનું છે કે- મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે સમાધાન થવાની શક્યતા દિવસે દિવસે ધૂંધળી થતી જઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:12 am, Sat, 2 November 19

Next Article