આસામને દેશથી અલગ કરવાની વાત કરનારો શરજીલ જહાનાબાદથી ઝડપાયો

|

Jan 28, 2020 | 2:32 PM

JNUના વિદ્યાર્થી અને આસામને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામને બિહારના જહાનાબાદથી પોલીસે ઝડપી લીધો છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરજીલની સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. Facebook પર તમામ મહત્વના […]

આસામને દેશથી અલગ કરવાની વાત કરનારો શરજીલ જહાનાબાદથી ઝડપાયો

Follow us on

JNUના વિદ્યાર્થી અને આસામને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામને બિહારના જહાનાબાદથી પોલીસે ઝડપી લીધો છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરજીલની સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

બિહારના જહાનાબાદ ખાતેથી શરજીલની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોઈએ એવું કંઈ પણ ના કહેવું જોઈએ જે દેશહિતમાં ના હોય. આ બાબતે સજા કોર્ટે દ્વારા આપવામાં આવશે. પોલીસને શરજીલ જહાનાબાદના પોતાના પિતાના નિવાસ સ્થાને છૂપાયો હોવાની જાણકારી મળી હતી. તે બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે છાપો માર્યો હતો. જો કે શરજીલ ત્યાં પણ પોલીસના હાથમાં આવ્યો નહોતો. શરજીલ કાકો વિસ્તારમાં હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન ચલાવીને તેને ઝડપી લીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

JNUએ શરજીલ પાસે માગ્યો જવાબ
આસામને ભારતથી અલગ કરવાના નિવેદન અંગે શરજીલની સામે જેએનયુએ પણ જવાબ માગ્યો છે. શરજીલ જેએનયુના વિદ્યાર્થી છે અને તેના લીધે યુનિવર્સિટી પ્રશાસને શા માટે આવું નિવેદન આપ્યું તે અંગે જવાબ માગ્યો છે. 3 ફેબ્રુઆરી સુધીનો સમય પણ યુનિવર્સિટી પ્રશાસને આ કેસમાં શરજીલને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આસામને ભારતથી અલગ કરવાની ટિપ્પણી શરજીલે કરી હતી. જેનો વીડિયો વાઈરલ થયા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:30 pm, Tue, 28 January 20

Next Article