New CM of Assam : આસામના નવા મુખ્યપ્રધાન કોણ ? હેમંતે કહ્યું 9 મે એ બધા સવાલના જવાબ મળી જશે
New CM of Assam : આસામમાં BJP બીજી વખત સત્તા પર આવી છે, પરંતુ પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં મુખ્યપ્રધાન સોનોવાલને આગળ નથી કર્યા. પાર્ટીએ રાજ્યના પ્રધાન હેમંત બિસ્વા સરમા પર વધુ વિશ્વાસ મૂક્યો છે.
New CM of Assam : આસામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) બીજી વખત સત્તા પર આવી છે, પરંતુ પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં મુખ્યપ્રધાન સોનોવાલને આગળ નથી કર્યા. પાર્ટીએ રાજ્યના પ્રધાન હેમંત બિસ્વા સરમા પર વધુ વિશ્વાસ મૂક્યો છે. આસામમાં નવા મુખ્યપ્રધાન અંગે અટકળો તેજ થતી જઈ રહી છે. પાર્ટીએ આ બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા.
જે.પી. નડ્ડા સાથે બંનેની મુલાકાત આસામમાં નવા મુખ્યપ્રધાન (New CM of Assam) માટે ભારતીય જનતા પાર્ટીએ હવે પ્રક્રિયા તેજ કરી છે. પાર્ટીએ સર્વાનંદ સોનોવાલ અને હેમંત બિસ્વા સરમા બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. આ બંને નેતાઓ પોતપોતાના સમયે દિલ્હી પહોચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે બેઠક કરી હતી.
લગભગ બે કલાક ચાલેલી બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે બન્નેનેતાઓ બહાર આવ્યા ત્યારે આસામના નવા મુખ્યપ્રધાન કોણ બનશે એ સવાલના જવાબમાં હેમંત બિસ્વા સારમાએ કહ્યું કે 9 મે રવિવારના દિવસે બધા સવાલના જવાબ મળી જશે.
9 મે રવિવારના દિવસે ધારાસભ્યદળની બેઠક આસામમાં નવા મુખ્યપ્રધાન (New CM of Assam) ની પસંદગી માટે 9 મેં રવિવારના દિવસે ભાજપ ધારાસભ્યદળની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના પ્રભારી અને રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર રહેશે. ભાજપ ધારાસભ્યદળની બેઠકમાં આસામના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવામાં આવશે.અટકળો એવી પણ લગાવવામાં આવી રહી છે કે સર્વાનંદ સોનોવાલ અને હેમંત બિસ્વા સરમા આ બંને નેતાઓનું કદ જોતા એકને મુખ્યપ્રધાન અને બીજાને મહત્વના વિભાગો સાથે નાયબ મુખ્યપ્રધાન બનાવાશે. જો કે આ તમામ સવાલોના જવાબ 9 અને 10 મે ના દિવસે મળશે.
હેમંત બિસ્વા સરમાનું નામ સૌથી આગળ આસામમાં નવા મુખ્યપ્રધાન (New CM of Assam) ની રેસમાં રાજ્યના કેબીનેટ પ્રધાન હેમંત બિસ્વા સરમાનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. આ વખતે પાર્ટીએ હાલના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલને ચૂંટણીમાં આગળ કર્યા ન હતા. પાર્ટીએ રાજ્યના કેબીનેટ પ્રધાન હેમંત બિસ્વા સરમા પર વધુ વિશ્વાસ મૂક્યો.
ચૂંટણી દરમિયાન હેમંત બિસ્વા સરમા પર સૌથી વધુ દાવો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પાર્ટી સમક્ષ સૌથી મોટો પડકાર રાજ્યની કમાન કોને સોંપવી એ છે. પાર્ટીમાં મુખ્યપ્રધાનના નામ પર હજી સહમતી સધાઈ નથી. પક્ષ અને સંગઠનના કેટલાક નેતાઓ સર્વાનંદ સોનોવાલને મુખ્યપ્રધાન તરીકે જોવા માંગે છે, પરંતુ હેમંત બિસ્વા સરમાનું નામ કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચ્યું છે.
આ પણ વાંચો : Assam New CM : સર્વાનંદ કે હેમંતમાંથી કોણ બનશે આસામના નવા મુખ્યપ્રધાન?, આગામી રવિવાર સુધીમાં લેવાશે નિર્ણય