પાકિસ્તાનને મોટો ઝટકો, રશિયાએ પણ કલમ 370 મુદ્દે આપ્યું આ નિવેદન

|

Aug 11, 2019 | 3:03 PM

પાકિસ્તાન ભારત દ્વારા લેવાયેલા કલમ 370 નાબુદીના નિર્ણયથી ગુસ્સે ભરાયું છે.  પાકિસ્તાન હવે વિદેશોમાં કોઈ તેમની પક્ષે બોલે એ માટે ધમપછાડા કરી રહ્યું છે.  પાકિસ્તાને ભારતની સાથે તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે અને તેના લીધે 13 જેટલાં ભારતીય અધિકારીઓ પાકિસ્તાનથી પરત ફર્યા છે. પાકિસ્તાન તમામ મોટા દેશ પાસેથી કલમ 370ને લઈને ભારતનો વિરોધ થાય […]

પાકિસ્તાનને મોટો ઝટકો, રશિયાએ પણ કલમ 370 મુદ્દે આપ્યું આ નિવેદન

Follow us on

પાકિસ્તાન ભારત દ્વારા લેવાયેલા કલમ 370 નાબુદીના નિર્ણયથી ગુસ્સે ભરાયું છે.  પાકિસ્તાન હવે વિદેશોમાં કોઈ તેમની પક્ષે બોલે એ માટે ધમપછાડા કરી રહ્યું છે.  પાકિસ્તાને ભારતની સાથે તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે અને તેના લીધે 13 જેટલાં ભારતીય અધિકારીઓ પાકિસ્તાનથી પરત ફર્યા છે. પાકિસ્તાન તમામ મોટા દેશ પાસેથી કલમ 370ને લઈને ભારતનો વિરોધ થાય એવું ઈચ્છી રહ્યું છે પણ તેવું થઈ નથી રહ્યું. રશિયાએ પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે અને કહ્યું કે ભારતે જે પણ પગલું લીધું તે સંવિધાનની મર્યાદામાં લઈને લીધું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ગજબ! જુઓ વીડિયોમાં કેવી રીતે એકસાથે 6 ટ્રક પાણીમાં પલટી મારી ગયી

પાકિસ્તાનને અમેરિકા પાસેથી આશા હતી કે તે ભારતનો વિરોધ કરશે પણ ત્યાંથી એવો જવાબ મળ્યો કે ભારતનો આંતરિક મામલો છે. આમ પાકિસ્તાનને અમેરિકાએ આ મુદ્દે કોઈ જ મચક ન આપી અને  સીધું જ ભારતનું સમર્થન કરી દીધું. પાકિસ્તાન યુએનમાં જવાની ધમકી આપે છે જ્યારે યુએન દ્વારા પણ પાકિસ્તાનને ધીરજ રાખવા કહેવાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનની ચીન પાસેથી ઘણી આશા હતી પણ ચીને કહ્યું કે 370 હટાવવાનો ભારત પાસે અધિકાર છે.  ફ્રાંસ અને બ્રિટનને કહ્યું કે આ મુદ્દે કોઈ જ જાતનો તણાવ ઉભો કરવાની જરુર નથી.  આમ પાકિસ્તાનને કોઈ જ કલમ 370 મુદ્દે સમર્થન આપી રહ્યું નથી. જે દેશની પાસે પાકિસ્તાન અપેક્ષા રાખે છે તે જ દેશ પાકિસ્તાનને ઝટકો આપે છે.

 

Next Article