લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો ‘કિંગમેકર’ની ભૂમિકા નિભાવશે

|

Apr 15, 2019 | 12:18 PM

લોકસભાની ચૂંટણીને રાષ્ટ્રીય પક્ષોની સાથે ક્ષેત્રીય પક્ષો પણ આ વખતે સમીકરણો બદલી શકે છે. જો એનડીએને બહુમત ના મળ્યો તો આ બધા જ ક્ષેત્રીય કિંગમેકરની ભૂમિકામાં રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને એનડીએની સરકારને જો બહુમત ના મળ્યો તો ક્ષેત્રીય દલોની ભૂમિકા મહત્વની રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને કુલ 543 બેઠકોમાંથી 180 બેઠકો પર ક્ષેત્રીય દલોનો સીધો પ્રભાવ […]

લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો કિંગમેકરની ભૂમિકા નિભાવશે

Follow us on

લોકસભાની ચૂંટણીને રાષ્ટ્રીય પક્ષોની સાથે ક્ષેત્રીય પક્ષો પણ આ વખતે સમીકરણો બદલી શકે છે. જો એનડીએને બહુમત ના મળ્યો તો આ બધા જ ક્ષેત્રીય કિંગમેકરની ભૂમિકામાં રહેશે.

લોકસભાની ચૂંટણીને લઈને એનડીએની સરકારને જો બહુમત ના મળ્યો તો ક્ષેત્રીય દલોની ભૂમિકા મહત્વની રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને કુલ 543 બેઠકોમાંથી 180 બેઠકો પર ક્ષેત્રીય દલોનો સીધો પ્રભાવ છે. આથી જો એનડીએની સરકારને બહુમતી ના મળી તો વડાપ્રધાન પદ નક્કી કરવાને લઈને કિંગમેકરની ભૂમિકામાં ક્ષેત્રીય દલો રહી શકે છે.

 

TV9 Gujarati

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

543માંથી 180 બેઠકો પર ક્ષેત્રીય દલોનો સીધો પ્રભાવ

ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ક્ષેત્રીય દલો 80 સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે તો પશ્ચિમ બંગાળમાં 42 સીટ પર મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો ટીડીપી સાથે વાએસયાર કોંગ્રેસ 25 સીટ પરથી લોકસભા લડી રહ્યાં છે. ઓડિશામાં બીજદએ 21 સીટ પરથી ચૂંટણી લડે છે અને તેલગાંણામાં ટીડીપી અને ટીઆરએસ 17 સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

કોંગ્રેસ અને ભાજપ વિના થર્ડ ફ્રંટ રચાઈ તે માટે નેતાઓ સક્રિય

જો ત્રિશંકુ સંસદ જેવી પરિસ્થિતિ સર્જાઈ તો આ બધા દલો પોતાની સીટના જોરે કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. આમ થર્ડ ફ્ંટની સરકાર બનવાની શક્યતાને કોઈપણ ભોગે નકારી શકાય તેમ નથી. તેલગાંણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ભાજપ અને કોંગ્રેસ વિના જ નવો થર્ડ ફ્રંટ બનાવવાની મથામણ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં એનડીએમાંથી ફૂટ પડી શકે અને કેટલાંક પક્ષો તેમાંથી થર્ડ ફ્રંટમાં સામેલ થઈ શકે તેવી શક્યતા છે. યુપીએમાંથી પણ કેટલાંક દલ આ ફ્રંટમાં સામેલ થઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article