શું અમરાઈવાડી બેઠક માટે રમેશ પટેલ (કાટા) ભાજપના ડાર્ક હોર્સ સાબિત થશે ?

|

Sep 26, 2019 | 6:02 PM

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.   ભાજપ 28 સપ્ટેમબરે 6 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. ત્યારે ભાજપમાં હાલના અમરાઇવાડી બેઠકની ચર્ચા માટે ઉમેદવારના નામને લઇને જોર પકડાયુ છે. ત્યારે લોકસભાની બેઠકમાં જેમ અમદાવાદ પૂર્વની બેઠકમાં MLA હસમુખ પટેલને લોટરી લાગી હતી તેમ આ વખતે અમરાઇવાડી બેઠકમાં પણ એક એવા જ નામની […]

શું અમરાઈવાડી બેઠક માટે રમેશ પટેલ (કાટા) ભાજપના ડાર્ક હોર્સ સાબિત થશે ?

Follow us on

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.   ભાજપ 28 સપ્ટેમબરે 6 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. ત્યારે ભાજપમાં હાલના અમરાઇવાડી બેઠકની ચર્ચા માટે ઉમેદવારના નામને લઇને જોર પકડાયુ છે. ત્યારે લોકસભાની બેઠકમાં જેમ અમદાવાદ પૂર્વની બેઠકમાં MLA હસમુખ પટેલને લોટરી લાગી હતી તેમ આ વખતે અમરાઇવાડી બેઠકમાં પણ એક એવા જ નામની ચર્ચા ચાલી રહી છે જે ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ બેઠક પર  પાટીદારો અને ઉત્તરભારતીય મતદારો મોટા પ્રમાણમાં છે.  જો કે ભાજપ આ બેઠક પરથી છેલ્લા 2 ટર્મની પાટીદારને ચૂટણીના મેદાનમાં ઉતારે છે ત્યારે આ વખતે પણ ચૂટણીના મેદાનમાં  પાટીદારને જ ઉતારવાનુ નક્કી કર્યુ છે.  જો કે આ એવી બેઠક બની ગઇ છે ભાજપ માટે જ્યા ભાજપના નેતાઓ પોતાના અંગત માણસને જ ટીકીટ મળે એ માટેનું ભરપુર લોબિગ કર્યુ.  શહેર પ્રમુખથી માંડીને ગૃહપ્રધાન પ્રદીપ સિહ જાડેજાએ આ બેઠકમા રસ લીધો છે તો સાસંદ એચ. એસ પટેલ દ્વારા પણ પોતાના વિશ્વાસુઓના બાયોડેટા પ્રદેશ  સુધી મોકલવામા આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કારણે  બાયોડેટાની સંખ્યા 30 ઉપર થઈ જતા એક અનાર સો બિમાર જેવો ઘાટ સર્જાયો છે. જો કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રમેશ પટેલ ઉર્ફે રમેશ કાટાના નામ પર પસંદગીની મોહર વાગી ગઇ હોવાનું સુત્રોના મારફતે જાણવા મળી રહ્યું છે.  આમ તો આ નામ અમરાઇવાડી માટે નવું નથી એક સમયે હરિન પાઠકનો વિશ્વાસુ તેઓ માનવામા આવતા હતા.  એક તબક્કે જ્યારે સાંસદમાંથી હરિન પાઠકનું પત્તુ કાપવામા આવ્યુ હતું ત્યારે ગુજરાતના તે સમયના સિનિયર નેતાઓના પૂતળા દહનનો કાર્યક્રમ પણ રમેશ કાટા દ્વારા આપવામા આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સૂત્રોનું માનીએ તો આ નામ એક વિવાદીત નામ છે જેનો ઇતિહાસ ખરડાયેલો  હોવાનું પણ ભાજપના નજીકના વર્તુળો કહી રહ્યાં છે.  જો કે સમય સાથે તેમનો ઘરોબો રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે કેળવાયો.  વટવા વિધાનસભાની ચૂંટણીમા પ્રદીપસિંહ જીતે એ માટે એમણે સારી એવી ભુમિકા ભજવી હતી.  લોકસભાની ચૂંટણી સમયે પણ હસમુખ પટેલ જીતે એ માટે મજબૂત આર્થિક સ્તરે મદદ કરી હતી. જો કે કાર્યકર્તાઓએ આ વખતે સ્થાનિક ઉમેદવારની માગણી કરી હતી ત્યારે  જો આ નામ પર મહોર મારવામા આવશે તો સ્થાનિક સ્તરે મોટા પાયે વિરોધ થશે એવી પણ ચર્ચા કાર્યકર્તાઓમાં છે.

આ બધાની વચ્ચે રમેશ કાટા ગૃહ પ્રધાનના નજીક હોવાથી તેમજ હાલમા નામની વિધિવત રીતે જાહેરાત ના થઈ હોવાના કારણે કાર્યકર્તાઓ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમા છે.  જો કે  છેલ્લાં 6 મહિનાથી આ બેઠક પર રમેશ પટેલ એક્ટીવ થઈ ગયા છે. ગૃહ પ્રધાન સાથે જાહેર કાર્યક્રમોમા પણ અનેક વાર જોવા મળ્યા છે.  છેલ્લાં 6 મહિનાથી અમરાઈવાડી બેઠકમાં કાર્યરત છે.  પાટીદાર હોવાનો આ વખતે તેમણે લાભ મળી શકે છે.

તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પૂર્વ વિસ્તારના આગેવાન છે અને  ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ પણ  છે. આ બેઠક પર શહેર પ્રમુખ જગદીશ પંચાલ પોતાના વિશ્વાસુ કમલેશ પટેલને ટીકીટ મળે એ માટેના છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યા હતા.  જો કે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ દ્વારા રમેશ કાટાના નામની પ્રબળ રજૂઆત કરવામાં આવી છે.

બુધવારે રમેશ કાટાના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી રાત્રે ફટાકડા ફોડવામાં આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.  જેના કારણે આ નામની ચર્ચા સતત વધી ગઈ છે.  પાર્ટી દ્વારા પણ અંદરખાને આ નામ પર મહોર મારી દીધી હોવાના મેસેજ આપવામા આવ્ચા છે.  જો કે  આ જ પેનલમા  ડોક્ટર જીતુ પટેલ, શૈલેષ પટેલ કોર્પોરેટર, મહેશ પટેલ કોર્પોરેટર તથા પ્રવિણ પટેલ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનનું નામ પણ છે.. આ બધાની વચ્ચે  જોવાનું  એ છે કે કોની  પર પસંદગીનો કળશ ઉતરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article