રાજ્યસભાની ચૂંટણીમાં રહી ગયેલી ઈજ્જત બચાવવા કોંગ્રેસમાં સળવળાટ, નેતાઓની શાખ દાંવ પર, ભાજપ ત્રીજો ઉમેદવાર જીતાડવા આરપારના મૂડમાં

|

Jun 05, 2020 | 3:38 PM

ગુજરાતમાં એક બાદ એક જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસની નેતાગીરીમાં જાણે ભૂકંપ સર્જાયો છે. ગઈકાલે બે અને આજે વધુ એક ધારાસભ્યે કોંગ્રેસને અલવિદા કરી દેતા નેતાઓ એ બાકી બચેલાઓ માટે કોંગ્રેસ આસપાસમાં રીસોર્ટ શોધવા લાગી ગઈ છે. મળતા સમાચાર પ્રમાણે મધ્ય ગુજરાતનાં ધારાસભ્યોને આણંદ નજીક ફાર્મ હાઉસમાં એક રાખવાનો […]

રાજ્યસભાની ચૂંટણીમાં રહી ગયેલી ઈજ્જત બચાવવા કોંગ્રેસમાં સળવળાટ, નેતાઓની શાખ દાંવ પર, ભાજપ ત્રીજો ઉમેદવાર જીતાડવા આરપારના મૂડમાં
http://tv9gujarati.in/rajysabha-ni-chu…rpaar-na-modd-ma/

Follow us on

ગુજરાતમાં એક બાદ એક જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસની નેતાગીરીમાં જાણે ભૂકંપ સર્જાયો છે. ગઈકાલે બે અને આજે વધુ એક ધારાસભ્યે કોંગ્રેસને અલવિદા કરી દેતા નેતાઓ એ બાકી બચેલાઓ માટે કોંગ્રેસ આસપાસમાં રીસોર્ટ શોધવા લાગી ગઈ છે. મળતા સમાચાર પ્રમાણે મધ્ય ગુજરાતનાં ધારાસભ્યોને આણંદ નજીક ફાર્મ હાઉસમાં એક રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.આણંદના એરીસ રીવરસાઈડમાં ખુદ રાજયસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી, આણંદના ધારાસભ્ય કાંતી ચાવડા પહોચી ગયા છે. 10 કરતા વધારે ગાડીઓનો કાફલો આ ફાર્મ હાઉસમાં પહોચ્યો હતો.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીએ વધુ એક વખત કોંગ્રેસ પક્ષમાં આંતરિક બળવાના એંધાણ આપ્યા છે કેમકે  ચાર બેઠકોમાંથી બે બેઠક જીતવાની આશા પહેલા જ ત્રણ વધુ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ પાસે તેના બે ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી કોને રાજ્યસભા માટે જીતાડીને મોકલવા તેનો યક્ષપ્રશ્ન ઉભો થયો છે. ભરતસિંહ અને શક્તિસિંહ એ બંને કોંગ્રેસના કદાવર નેતા છે સાથે જ હાઈકમાંડમાં પણ એટલી જ પકડ પણ રાખે છે ત્યારે આ બંને નેતાઓની પોતાની શાખ પણ દાવ પર લાગી છે અને જે આગળ જઈને ધારાસભ્યોમાં આંતરિક જૂથવાદનું બ્યુગલ ફૂંકી શકે છે.આની પાછળ જવાબદાર કોઈ હોય તો તે છે ભાજપ કે જેણે પોતાના ઉમેદવારની જીત નિશ્ચિત તો કરી લીધી પણ કોંગ્રેસ પક્ષમાં કમઠાણ પણ સર્જી દીધુ. હવે કોંગ્રેસમાં ચાલતો આવતો જૂથવાદ જ નક્કી કરશે કે કોણ જીતીને રાજ્યસભામાં જશે.

ભાજપે સહું પહેલા રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ તે સમયે ભાજપે ટ્રાયબલ કાર્ડ મુજબ રમીલા બારા, બ્રાહ્મણ કાર્ડ પ્રમાણે અભય ભારદ્વાજના નામની જાહેરાત કરી હતી, બાદમાં ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી જ આવેલા નરહરી અમીનના નામની જાહેરાત કરાતા જ કોંગ્રેસમાં સળવળાટ શરૂ થઈ ગયો હતો.  રાજ્યસભાના ગણિતને સમજીએ તો ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે, અગાઉ ધારાસભ્યના સંખ્યાબળ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠકો મળે તેમ હતું, પરંતુ આમાં ભાજપને એક બેઠક ગુમાવવી પડે તેમ હતી. ત્યારે ભાજપે આ ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતાર્યા અને કોંગ્રેસે પણ 2 ઉતારતા જંગ થઈ ગયો. હવે કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ બાજી પલટાઈ ગઈ છે. ભાજપ તો સરળતાથી 3 બેઠક જીતશે પણ કોંગ્રેસનો એક ઉમેદવાર હારશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જણાવવું રહ્યું કે વર્ષ 2017માં જે ચૂંટણી થઈ ત્યાર બાદ અત્યાર સુધીમાં કોઈના કાઈ બહાને 18 બેઠક ખાલી થઈ, જો કે અમુકમાં પેટાચૂેટણી યોજાઈ થઈ તો કેટલાકમાં આગામી દિવસોમાં યોજાશે. હાલમાં કોંગ્રેસની બેઠક સંખ્યા 65 પર આવી ચુકી છે.

 

 

Published On - 2:11 pm, Fri, 5 June 20

Next Article