રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસની કંપની દસૉ પાસેથી 4 રાફેલ વિમાનનો કબજો મેળવ્યા બાદ પેરિસમાં જ શસ્ત્રપૂજન કરશે

|

Oct 08, 2019 | 2:48 AM

રક્ષાપ્રધાન રાજનાથસિંહ પેરિસ પહોંચ્યા છે. વિજ્યાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ રાજનાથ સિંહ શસ્ત્ર પૂજન કરશે. વિધિવત પૂજા પછી રક્ષાપ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ભારતે ખરીદેલા રાફેલ વિમાનનો કબજો લેશે. સાથે તેઓ વિમાનમાં ઉડાન પણ ભરશે. રાફેલ વિમાન આધુનિક હથિયારોથી સજ્જ બનાવવામાં આવ્યા છે. દસૉ કંપની સાથેની ડીલમાં ભારત પહેલા તબક્કામાં 4 વિમાન […]

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસની કંપની દસૉ પાસેથી 4 રાફેલ વિમાનનો કબજો મેળવ્યા બાદ પેરિસમાં જ શસ્ત્રપૂજન કરશે

Follow us on

રક્ષાપ્રધાન રાજનાથસિંહ પેરિસ પહોંચ્યા છે. વિજ્યાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ રાજનાથ સિંહ શસ્ત્ર પૂજન કરશે. વિધિવત પૂજા પછી રક્ષાપ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ભારતે ખરીદેલા રાફેલ વિમાનનો કબજો લેશે. સાથે તેઓ વિમાનમાં ઉડાન પણ ભરશે. રાફેલ વિમાન આધુનિક હથિયારોથી સજ્જ બનાવવામાં આવ્યા છે. દસૉ કંપની સાથેની ડીલમાં ભારત પહેલા તબક્કામાં 4 વિમાન પ્રાપ્ત કરશે.

આ પણ વાંચોઃ રાજ્યભરના તમામ શહેરોમાં દશેરાના પર્વની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પેરિસ પહોંચ્યા પછી રક્ષાપ્રધાન રાજનાથ સિંહ દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ફ્રાંસમાં હોવાની ખૂશી વ્યક્ત કરી છે. સાથે કહ્યું કે, આ મહાન દેશ ભારતનો સારો મિત્ર છે. ભારત અને ફ્રાંસના સંબંધ જૂના અને વિશેષ છે. મારી આ મુલાકાતનો હેતુ વર્તમાનમાં બંને દેશ વચ્ચેની ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article