RAJKOT : લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે ? જાણો શું કહ્યું નરેશ પટેલે ?

|

Dec 06, 2021 | 12:27 PM

નોંધનીય છેકે આજે પાટીદાર અગ્રણીઓની સીએમ સાથે બેઠક યોજાવવાની છે આ પૂર્વે નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપતા રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના મોટા અગ્રણી નેતા છે.

RAJKOT : લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે ? જાણો શું કહ્યું નરેશ પટેલે ?
નરેશ પટેલ-લેઉવા પાટીદાર અગ્રણી

Follow us on

RAJKOT : સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. એક માહિતી પ્રમાણે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ પણ મળ્યું છે. આ મામલે ટીવીનાઇન સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું કે રાજકારણ માટે જોડાવવું કે નહિં તે અંગે સમાજ નક્કી કરશે. અને, જયારે અમારો સમાજ આ બાબતે મને મંજૂરી આપશે તો હું રાજકારણમાં જોડાવવાનું પગલું ભરીશ. અને, આ તમામ બાબતે સમય જ નક્કી કરશે કે મારે કયારે રાજકારણમાં જોડાવવું ?

નોંધનીય છેકે આજે પાટીદાર અગ્રણીઓની સીએમ સાથે બેઠક યોજાવવાની છે આ પૂર્વે નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપતા રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના મોટા અગ્રણી નેતા છે. અને, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર મોટી વેંક પણ છે. આ ઉપરાંત કોંગ્રેસ પાસે લેઉવા પાટીદારોનું મોટું નામ નહીં હોવાથી નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાશે તો મોટા સમીકરણ ચેઇન્જ થશે. આ ઉપરાંત, આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લેઉવા પાટીદારોના મત મહત્વના સાબિત થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક યોજાઇ રહી છે. પાટીદાર અનામત આંદોલન કેસ બાબતે આજે CM નિવાસસ્થાને બેઠક મળવાની છે. માહિતી પ્રમાણે આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓ CM સાથે ચર્ચા કરવાના છે. ત્યારે બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, ઉમિયામાતા ઊંઝાના પ્રતિનિધિ પણ હાજર રહેશે.

આ સાથે બેઠકમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓ ઉપસ્થિત રહશે તેવી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા આજે રજૂઆત થવાની સંભાવના છે.

જણાવી દઈએ કે 6 ડિસેમ્બરના રોજ એટલે કે આજે સાંજે 6.30 કલાકે આ બેઠક બોલાવાઈ છે. જેમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત રહેશે. ખાસ વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

તો થોડા મહિના અગાઉ ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠક મળી હતી. જેમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

Next Article