રાજસ્થાનમાં પ્રધાનમંડળ – કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરબદલ, હાઇકમાન્ડના નિર્ણયને માન્ય રાખશે ગહેલોત

|

Jul 25, 2021 | 9:12 PM

પહેલા સીએમ અને સચીન બંને મંત્રી મંડળના વિસ્તરણ કરવાના પક્ષમાં હતા પરંતુ હાઇકમાને ફેરબદલીનો નિર્ણય લીધો છે. તેવામાં હવે આ મહિનાના અંતમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામું લઇને નવેસરથી મંત્રી મંડળનું નિર્માણ કરવામાં આવશે.

રાજસ્થાનમાં પ્રધાનમંડળ - કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરબદલ, હાઇકમાન્ડના નિર્ણયને માન્ય રાખશે ગહેલોત
Rajasthan Cabinet Expansion On Congress Agenda

Follow us on

કૉંગ્રેસ હાઇકમાન રાજસ્થાનની (Rajasthan) સત્તા, સંગઠન અને મંત્રી મંડળમાં ફેરબદલ કરવા જઇ રહ્યુ છે. અશોક ગહેલોતે કહી દીધુ છે કે મંત્રી મંડળમાં ફેરફારને લઇને સોનિયા ગાંધીનો જે પણ નિર્મણ હશે તેને માન્ય રાખવામાં આવશે. આ બદલાવ માટે બધા જ ધારાસભ્યો સાથે મીટિંગ યોજવામાં આવશે જેને માટે તમામ ધારાસભ્યોને 29 અને 29 જુલાઇના રોજ જયપુરમાં (Jaipur) રહેવા માટે જણાવી દેવાયુ છે. બે દિવસ સુધી અજય માકન અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ બધા ધારસભ્યો સાથે એક એક કરીને ચર્ચા કરશે. આ સિવાય મંત્રીઓના કામકાજનો હિસાબ પણ લેવામાં આવશે.

 

છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન કૉંગ્રેસમાં (Congress) ખેંચતાણ જોવા મળી રહી છે. સચિન પાયલટ અને ગહેલોતના સમર્થકોની સાર્વજનીક નિવેદનબાજીઓને લઇને હાઇકમાને નારાજગી દર્શાવી છે. પાછલા કેટલા સમયમાં રાજ્યના નેતાઓ દ્વારા મળેલા ફિડબેકને ધ્યાનમાં લઇને સોનિયા ગાંધીએ વેણુ ગોપાલ અને માકનને શનિવારે જયપુર મોકલ્યા. બંને નેતાઓએ એશોક ગહેલોત સાથે ચર્ચા કરી અને મંત્રી મંડળ વિસ્તરણમાં કયા ધારાસભ્યને કયુ સ્થાન આપવાનું છે તેને લઇને સોનિયા ગાંધીની ઇચ્છા જણાવી દીધી

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ બંને નેતાઓએ જયપુર આવવા પહેલા દિલ્લીમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. મોડી રાત્રે ગહેલોત સાથે ચર્ચા કર્યા બાદ બંને નેતાઓએ ધારાસભ્યોની મીટિંગ બોલાવવાના આદેશ કરી દીધ. મીટિંગમાં હાજર રહેલા નેતાઓ અને ધારાસભ્યોએ એકમત થઇને માન્યુ કે હાઇકમાનનો જે પણ નિર્ણય હશે તે મંજૂર હશે.

 

પહેલા સીએમ અને સચીન બંને મંત્રી મંડળના વિસ્તરણ (Rajasthan Cabinet Expansion) કરવાના પક્ષમાં હતા પરંતુ હાઇકમાને ફેરબદલીનો નિર્ણય લીધો છે. તેવામાં હવે આ મહિનાના અંતમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામું લઇને નવેસરથી મંત્રી મંડળનું નિર્માણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો – ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવની ખુલી કિસ્મત, બાદશાહે શું ગીતનાં શુટિંગ માટે બોલાવ્યો ચંદીગઢ ?

આ પણ વાંચો – Corona Vaccine: શું હવે લેવો પડશે રસીનો બુસ્ટર ડોઝ, જાણો આ વિશે ડો. રણદીપ ગુલેરીયાએ શું કહ્યું

Next Article