રાજસ્થાન સરકાર પર મંડરાયેલી રાજકીય આફત વચ્ચે અશોક ગેહલોતનો સબ સલામતનો દાવો, કહ્યું તેમની પાસે પુરતું સંખ્યાબળ, પાયલોટ ગૃપે કર્યો 30 ધારાસભ્યનાં સમર્થનનો દાવો

|

Jul 13, 2020 | 4:29 PM

સચિન પાયલટની નારાજગી બાદ રાજસ્થાન સરકાર પર ખતરો મંડાયો.. જો કે રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેમની પાસે બહુમત છે. બપોરે અશોક ગહેલોતના આવાસ પર મીડિયાની સામે ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જિંદાબાદના નારાઓ વચ્ચે સીએમ અશોક ગહેલોતે પર્યવેક્ષક રણદીપ સુરજેવાલા અને અજય […]

રાજસ્થાન સરકાર પર મંડરાયેલી રાજકીય આફત વચ્ચે અશોક ગેહલોતનો સબ સલામતનો દાવો, કહ્યું તેમની પાસે પુરતું સંખ્યાબળ, પાયલોટ ગૃપે કર્યો 30 ધારાસભ્યનાં સમર્થનનો દાવો
http://tv9gujarati.in/rajasthan-sarkar…urtu-sankhya-bal/

Follow us on

સચિન પાયલટની નારાજગી બાદ રાજસ્થાન સરકાર પર ખતરો મંડાયો.. જો કે રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેમની પાસે બહુમત છે. બપોરે અશોક ગહેલોતના આવાસ પર મીડિયાની સામે ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જિંદાબાદના નારાઓ વચ્ચે સીએમ અશોક ગહેલોતે પર્યવેક્ષક રણદીપ સુરજેવાલા અને અજય માકનની સાથે વિક્ટ્રી નિશાન બતાવીને એ જણાવવાની કોશિષ કરી કે તેમની પાસે પૂરતી સંખ્યાબળ છે. કોંગ્રેસ પાર્ટીએ 109 ધારાસભ્યો બેઠકમાં હાજર હોવાનો દાવો કર્યો છે. જો કે સુત્રો મુજબ કોંગ્રેસના લગભગ 20 ધારાસભ્યો બેઠકમા હાજર નહોતા, જેઓને સચિન પાયલટ ગ્રુપના હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ પાયલટ ગ્રુપ 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યું છે.

      મળતી માહિતિ પ્રમાણે આવતીકાલે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક હોટલ ફેરમાઉન્ટમાં બોલાવાઇ છે અને તેમાં સચિન પાયલટ અને આજે ગેરહાજર રહેલા ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું છે કે જે કોઈ પણ મતભેદ હશે તે મલી સમજીને દુર કરવામાં આવશે અને વિવાદને ઉકેલી નાખવામાં આવશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article