કોંગ્રેસ છોડી જનારા લોકો RSSના માણસો હતા, ભાજપના ‘ફેક ન્યૂઝ’થી ડરશો નહીં: Rahul Gandhi

|

Jul 16, 2021 | 7:36 PM

રાહુલ ગાંધીએ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર નિશાન સાધ્યું હતું જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કોંગ્રેસ છોડી જનારા લોકો RSSના માણસો હતા, ભાજપના ફેક ન્યૂઝથી ડરશો નહીં: Rahul Gandhi
ફાઈલ ફોટો

Follow us on

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીના સોશિયલ મીડિયા સેલમાં નવા ભરતી થયેલા સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના “ફેક ન્યૂઝ” થી ડરવાનું નહીં તેવું કહ્યું હતું. દેશમાં કોરોનાની સ્થિતિ અન સંચાલન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પીએમ મોદી (PM modi) કોવિડના સંચાલન માટે યુપી સરકારની પ્રશંસા કરે છે ત્યારે લોકો હસે છે.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, ચીન સાથે સરહદ વિવાદ અંગે વડા પ્રધાનનું નિવેદન હાસ્યાસ્પદ છે. તેમણે દાવો કર્યો હતો કે ચાઇના ભારતીય પ્રદેશ (LAC નજીક) હજી ઉપસ્થિત છે. તેમણે કહ્યું કે, લોકોએ ભાજપના બનાવટી સમાચારો પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે.

આ સિવાય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટી છોડીને જનારાને RSSના માણસો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ”લોકો નિડર છે, તેઓ આપણા છે, તેમને અંદર લાવો. જેઓ આપણે ત્યાં ડરી રહ્યા છે તેઓને બહાર કાઢો. જો તમે આરએસએસના છો તો જાઓ અને આનંદ કરો, તમારી જરૂર નથી. આપણને નીડર લોકોની જરૂર છે. આ આપણી વિચારધારા છે.”

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ નિવેદનની સાથે રાહુલ ગાંધીએ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર નિશાન સાધ્યું હતું જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે જ તેમણે પક્ષના નારાજ નેતાઓને પરોક્ષ રીતે સંદેશ મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો. સિંધિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, “તેમણે પોતાનું ઘર બચાવવું પડ્યું, તેઓ ડરી ગયા અને આરએસએસ સાથે જતા રહ્યા.”

એક એહેવાલ અનુસાર પહેલી વાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ઓનલાઈન માધ્યમ દ્વારા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના 3,500 કાર્યકરોને સંબોધન કર્યું હતું. સૂત્રોના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ આ સમયગાળા દરમિયાન આશરે 10 યુવા કાર્યકરો સાથે વાતચીત કરી હતી.

 

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો

આ પણ વાંચો: Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

Published On - 7:08 pm, Fri, 16 July 21

Next Article