કેન્દ્ર સરકારને ઝટકો, મંત્રાલયમાંથી ચોરાયેલાં દસ્તાવેજોના આધારે રાફેલ વિવાદની રિવ્યુ પીટીશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી

|

Apr 10, 2019 | 10:17 AM

રાફેલ મામલાને લઈને ફરીથી મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે નવા દસ્તાવેજો તેમની સામે આવ્યા તેના આધારે ફરીથી સુનાવણી કરવામાં આવશે. રફાલ મામલાને લઈને રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી છે. તે પછી મંત્રાલયમાંથી અમુક મહત્ત્વના દસ્તાવેજો ચોરી થયા હોવાની ખબર સામે આવી હતી. આજે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ […]

કેન્દ્ર સરકારને ઝટકો, મંત્રાલયમાંથી ચોરાયેલાં દસ્તાવેજોના આધારે રાફેલ વિવાદની રિવ્યુ પીટીશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી

Follow us on

રાફેલ મામલાને લઈને ફરીથી મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે નવા દસ્તાવેજો તેમની સામે આવ્યા તેના આધારે ફરીથી સુનાવણી કરવામાં આવશે.

રફાલ મામલાને લઈને રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી છે. તે પછી મંત્રાલયમાંથી અમુક મહત્ત્વના દસ્તાવેજો ચોરી થયા હોવાની ખબર સામે આવી હતી. આજે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કોલ અને કે એમ જોસેફની સંયુક્ત ખંડપીઠે જે નવા દસ્તાવેજો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તેને માન્ય રાખ્યા છે. આ દસ્તાવેજોના આધારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફરીથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલને ફગાવી

કેન્દ્ર સરકારે આ સુનાવણી ફરીથી ન થાય તે માટે દલીલ કરી હતી પણ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે મંત્રાલયમાંથી ચોરી થયેલાં દસ્તાવેજોના આધારે સુનાવણી કરવાની વાતને લીલીઝંડી આપી દીધી છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

કેન્દ્રએ કહ્યું કે પ્રશાંત ભૂષણ, અરુણ શૌરી અને યશંવત સિન્હાની રિવ્યુ પીટીશનમાં મંત્રાલયમાંથી ચોરી કરેલાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને સુનાવણી થવાથી ભારત અને ફ્રાંસના સંબંધો પર અસર પડશે. આમ કોર્ટ કહ્યું છે આ નવા દસ્તાવેજોના આધારે ફરીથી સુનાવણી કરવામાં આવશે અને આગામી સમયમાં તેની તારીખ પણ નક્કી કરાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:11 am, Wed, 10 April 19

Next Article