Delhi Farmer Protest: ખેડૂતોને ‘ગુંડા’ કહેવા પર ભડક્યા CM અમરિંદર સિંહ, કેન્દ્રિય મંત્રી મીનાક્ષી લેખી પાસે માગ્યું રાજીનામું

|

Jul 23, 2021 | 7:25 AM

દિલ્હીના જંતર મંતર પર ખેડુતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર પર થયેલા કથિત હુમલાની નિંદા કરતા મીનાક્ષી લેખીએ તેમને ગુંડા ગણાવ્યા હતા.

Delhi Farmer Protest: ખેડૂતોને ગુંડા કહેવા પર ભડક્યા CM અમરિંદર સિંહ, કેન્દ્રિય મંત્રી મીનાક્ષી લેખી પાસે માગ્યું રાજીનામું
દિલ્હીના જંતર મંતર પર ખેડુતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર પર થયેલા કથિત હુમલાની નિંદા કરતા મીનાક્ષી લેખીએ તેમને ગુંડા ગણાવ્યા હતા.

Follow us on

Delhi Farmer Protest: પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે (CM Amrindar Singh) કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીના રાજીનામાની માગ કરી છે. અમરિંદરસિંહ ખેડુતોને ગુંડા કહેવા અંગે ખૂબ જ ગુસ્સે છે, તેથી જ તેમણે લેખી (Meenakshi Lekhi Resignation) ના તાત્કાલિક રાજીનામાની માગ કરી. દિલ્હીના જંતર મંતર પર ખેડુતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર પર થયેલા કથિત હુમલાની નિંદા કરતા મીનાક્ષી લેખીએ તેમને ગુંડા ગણાવ્યા હતા.

ભાજપ પર પ્રહાર કરતા સીએમ અમરિન્દરે (Amrindar Attack On BJP) કહ્યું કે મીનાક્ષી લેખીનું આ નિવેદન પક્ષની ખેડૂત વિરોધી માનસિકતા દર્શાવે છે. તેમણે ભાજપ નેતાના આવા શબ્દોના ઉપયોગને ખેડુતો માટે શરમજનક ગણાવ્યા. મુખ્યમંત્રીએ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું છે કે છેલ્લા 8 મહિનાથી ખેડુતો શાંતિપૂર્ણ રીતે નવા કૃષિ કાયદાઓ (New Farm Law) નો વિરોધ કરી રહ્યા છે.

સીએમ અમરિંદરએ ખેડુતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર પર હુમલો નિંદાત્મક ગણાવ્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટનામાં જે પણ દોષી છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. આ સાથે તેમણે કહ્યું કે આ હુમલા અંગે કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીની પ્રતિક્રિયા સંપૂર્ણપણે ઉશ્કેરણીજનક છે. સીએમ અમરિન્દરસિંહે કહ્યું કે મીનાક્ષી લેખીને ખેડૂતોને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સીએમ અમરિન્દરે દિલ્હી પોલીસને અપીલ કરી હતી કે પત્રકાર પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ ઝડપથી કરવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે. આ સાથે તેમણે કહ્યું કે ભાજપને આ ઘટના અંગે ખેડૂતોને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી. આ સાથે સીએમ અમરિન્દરે ભાજપના નેતાઓની ખેડૂતો પરની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમણે કહ્યું કે ભાજપ શરૂઆતથી જ ખેડૂતોના શાંતિપૂર્ણ વિરોધને બદનામ કરવા પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓએ ભૂતકાળમાં પણ ખેડૂતો માટે આતંકવાદીઓ અને શહેરી નક્સલી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: PANCHMAHAL : શેખપુર ગામેથી 65 કિલો લીલા ગાંજાના છોડ સાથે 1 શખ્સની ધરપકડ

આ પણ વાંચો:New Wage Code: ખાનગી કર્મચારીઓનો બેઝિક સેલેરી વધશે! જાણો 1 ઓક્ટોબરથી શું ફેરફાર આવી રહ્યા છે

Next Article