રાજકારણ બાદ TWITTER પર થઈ ગઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, દર 1 સેકન્ડમાં જોડાઈ રહ્યાં છે લગભગ 6 FOLLOWERS

રાજકારણ બાદ TWITTER પર થઈ ગઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, દર 1 સેકન્ડમાં જોડાઈ રહ્યાં છે લગભગ 6 FOLLOWERS

મહાસચિવ પદ સાથે પૂર્વીય ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલી વાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે લખનઉ આવી રહ્યાં છે. અને લખનઉમાં રોડ શો કરતા પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એન્ટ્રી કરી છે. 

ઉલ્લેખની છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાની ટ્વિટર પર એન્ટ્રીની કોંગ્રેસે સોમવારે 11.40 કલાકે જાહેરાત કરી. ત્યારથી લઈ આ ખબર લખાઈ, તેના દોઢ કલાકમાં પ્રિયંકા ગાંધીના ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા 31 હજાર સુધી પહોંચી ગઈ. એટલે એક ગણતરી પ્રમાણે દર 1 સેકન્ડે પ્રિયંકાના 6 ફોલોઅર્સ આવી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી સાથે કોંગ્રેસના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલથી તેમને વેલકમ કરવામાં આવ્યા અને સાથે જ પ્રિયંકા ગાંધીના ટ્વિટર હેન્ડલને લોકો ફૉલો કરે તે અપીલ પણ કરવામાં આવી.

યૂપી કોંગ્રેસે પણ પ્રિયંકા ગાંધીને ટ્વિટર પર વેલકમ કરતા લખ્યું કે ‘નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની’.

સાથે જ આ ટ્વિટમાં લખાયું કે પ્રિયંકા ગાંધીની યૂપી મુલાકાતને લઈને કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા આજે લખનઉમાં છે. ત્યારે તેમના સ્વાગત માટે કોંગ્રેસ મુખ્યાલયને ત્રિરંગાથી સજાવવામાં આવ્યું છે.

સાથે જ લખનઉમાં પોસ્ટર્સ પણ લાગી ગયા છે જેમાં લખાયું છે કે આવી ગઈ છે બદલાવની આંધી, રાહુલ સંગ પ્રિયંકા ગાંધી.

લખનઉમાં આજે પ્રિયંકા-રાહુલનો 15 કિલોમીટર લાંબો રોડ શો છે.

[yop_poll id=1303]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati