Priyanka Gandhiએ કહ્યું પીએમ પોતાનું ઘર બનાવવાની જગ્યાએ લોકોના જીવ બચાવવામાં સંસાધનો લગાડે

|

May 04, 2021 | 4:34 PM

કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi વાડ્રાએ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને મંગળવારે સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ સંસાધનનો ઉપયોગ લોકોનો જીવ બચાવવા માટે કરવામાં આવે તો સારુ રહેશે.

Priyanka Gandhiએ કહ્યું પીએમ પોતાનું ઘર બનાવવાની જગ્યાએ લોકોના જીવ બચાવવામાં સંસાધનો લગાડે
Priyanka Gandhi (File Image)

Follow us on

કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi વાડ્રાએ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને મંગળવારે સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ સંસાધનનો ઉપયોગ લોકોનો જીવ બચાવવા માટે કરવામાં આવે તો સારુ રહેશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કોંગ્રેસ મહાસચિવે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે દેશમાં લોકો ઓક્સિજન, વેક્સિન, હૉસ્પિટલ, બેડ, દવાઓની અછતથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે સરકાર રૂપિયા 13,000 કરોડથી પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ બધા સંસાધન લોકોનો જીવ બચાવવામા કામમાં નાખે તો સારુ રહેશે. પ્રિયંકાએ કહ્યું કે આ રીતના ખર્ચાઓથી જનતાને એ સંદેશ જાય છે કે સરકારની પ્રાથમિકતાઓ કોઈ બીજી દિશામાં છે.

 

 

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે (CPWD) સરકાર દ્વારા રચાયેલી એક વિશેષ સમિતિને કહ્યું કે મહત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ નિર્માણ ડિસેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જશે. સમિતિએ આ પરિયોજના માટે પોતાની મંજૂરી આપી છે.

 

 

આ પરિયોજનાને વિકસિત કરી રહેલા સીપીડબ્લયૂડીએ વિશેષજ્ઞ મૂલ્યાંકન સમિતિને સૂચિત કર્યુ કે સંસદની ઈમારતના વિસ્તાર અને સંસદની નવી ઈમારતનું નિર્માણ નવેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જશે અને પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ 2022 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે.

 

 

પર્યાવરણ મંત્રાલય પહેલા જ સંસદની અત્યારની ઈમારતના વિસ્તાર અને રિનોવેશનને મંજૂરી આપી ચૂક્યુ છે. જો 13,450 સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજનાનો હિસ્સા છે. ગયા મહીને એક બેઠકમાં ઈએસીએ જણાવ્યું કે કેન્દ્રીય સચિવાલય અને પ્રધાનમંત્રી આવાસના પુનર્વિકાસ માટે પર્યાવરણ મંજૂરી માટે ભલામણ કરી હતી. સીપીડબ્લ્યૂડીના પ્રમાણે કેન્દ્રીય સચિવાલય ઈમારતનું નિર્માણ મે 2023 સુધી થઈ જશે.

 

 

આ પણ વાંચો: લખનૌમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની પ્રેરણાથી આ કંપનીએ 5 તબીબી સંસ્થાઓને આપ્યા 30 વેન્ટિલેટર

Next Article