જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેના સાથે જોડાઈ ગયા?

|

Apr 19, 2019 | 11:11 AM

મહિલાઓની સાથે ગેરવર્તન કરવાવાળા નેતાઓને પાર્ટીમાં પસંદગી કરવાના આરોપ લગાવનારી કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમને તેમનુ રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યુ છે. ત્યારબાદ તેમને તેમના ટ્વિટર અકાઉન્ટ પર કોંગ્રેસ પ્રવક્તાવાળી લાઈન હટાવી લીધી છે. જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી અને કેવી રહી છે તેમની રાજકીય સફર. TV9 Gujarati Web […]

જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેના સાથે જોડાઈ ગયા?

Follow us on

મહિલાઓની સાથે ગેરવર્તન કરવાવાળા નેતાઓને પાર્ટીમાં પસંદગી કરવાના આરોપ લગાવનારી કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

તેમને તેમનુ રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યુ છે. ત્યારબાદ તેમને તેમના ટ્વિટર અકાઉન્ટ પર કોંગ્રેસ પ્રવક્તાવાળી લાઈન હટાવી લીધી છે. જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી અને કેવી રહી છે તેમની રાજકીય સફર.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પ્રિયંકા ચતુર્વેદીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં જુહુના સેન્ટ જોસફ હાઈસ્કુલમાં લીધુ છે અને તેઓ મુંબઈની નરસી મોન્જી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં સ્નાતક થયા છે. પ્રિયંકાએ તેમના કરીયરની શરૂઆત મીડિયા PR અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની એમપાવર કન્સલ્ટન્ટમાં ડાયરેક્ટર તરીકે કરી હતી. તે પ્રયાસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. જે 2 સ્કુલ ચલાવે છે.

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું

પ્રિયંકાના રાજકીય કારર્કિદીની શરૂઆત 2010માં થઈ હતી. જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2012માં તેમને ઉત્તર પશ્ચિમ મુંબઈમાં ભારતીય યુવા કોંગ્રેસના જનરલ સેક્રેટરીનું પદ આપ્યુ હતું. પ્રિયંકા ચર્તુવેદી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ટ્વિટર પર કોંગ્રેસની નીતિઓનો બચાવ કરવા માટે જાણીતા છે.

તે કારણે કોંગ્રેસ પાર્ટીએ 2013માં તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા હતા. તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા વિરોધી છે. તેઓ 2016માં ટોપ 10 ભારતીય મહિલા નેતાઓની લિસ્ટમાં પણ સામેલ હતા. તેઓ હવે શિવસેનામાં જોડાયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article