પ્રશાંત કિશોર પંજાબમાં કેબિનેટ મંત્રી તરીકે લેશે માત્ર 1 રૂપિયો પગાર, પરંતુ મળશે આ સુવિધાઓનો લાભ

|

Mar 02, 2021 | 12:32 PM

ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમને અહીં કેબિનેટ મિનીસ્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પ્રશાંત કિશોર પંજાબમાં કેબિનેટ મંત્રી તરીકે લેશે માત્ર 1 રૂપિયો પગાર, પરંતુ મળશે આ સુવિધાઓનો લાભ

Follow us on

ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમને અહીં કેબિનેટ મિનીસ્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય વતી આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોર ટોકન મની તરીકે માત્ર 1 રૂપિયા પગાર લેશે. જો કે તેમને બંગલો, ઓફિસ, ટેલિફોન સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવશે. સીએમઓ દ્વારા જારી કરવામાં આવતી સેવાની શરતોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરનો કાર્યકાળ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના કાર્યકાળ સમાન હશે. તેમને ખાનગી સચિવ, અંગત સહાયક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એક કારકુન અને બે પટાવાળા આપવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેમને કેબિનેટ પ્રધાનને આપવામાં આવતો બંગલો આપવામાં આવશે. ઓફિસ અને કેમ્પ ઓફિસ/નિવાસમાં ટેલીફોન ઉપરાંત, મોબાઈલ ફોનનો ખર્ચો પણ આપવામાં આવશે. જેની કોઈ મર્યાદા નહીં હોય. રાજ્ય પરિવહન કમિશનર દ્વારા તેમને પરિવહન પ્રદાન કરવામાં આવશે. તેઓ કેબિનેટ મંત્રીને આપેલી મુસાફરીની સુવિધાનો લાભ લઈ શકશે. હોસ્પિટાલીટીના નામે તેઓ 5 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે. કેબિનેટ પ્રધાનને મળતી તબીબી સુવિધાઓ પણ તેમના માટે ઉપલબ્ધ રહેશે.

 

 

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સોમવારે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર બનાવવાની જાણકારી આપી હતી. અમરિંદર સિંહે ટ્વીટ કરતા કહ્યું હતું કે, “પ્રશાંત કિશોર મુખ્ય સલાહકાર તરીકે મારી સાથે જોડાયા છે એનો અમને આનંદ થયો છે. હું પંજાબના લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરવાની આશા રાખું છું. ” પ્રશાંત કિશોરે વર્ષ 2017માં પંજાબ વિધાનસભા દરમિયાન કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. હાલમાં કિશોરની કંપની, ભારતીય પોલિટિકલ એક્શન કમિટી (આઈ-પીએસી) મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કિશોરે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ માટેના અભિયાનની આગેવાની કરી હતી.

 

આ પણ વાંચો: West bengal assembly election 2021: યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળમાં સભા સંબોધિત કરશે

Next Article