પશ્ચિમ બંગાળમાં મુકુલ રોયને લઇને રાજકારણ ગરમાયું, PM Modi એ ફોન કર્યો તો અભિષેક બેનર્જી ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા

|

Jun 03, 2021 | 10:11 PM

પશ્ચિમ બંગાળ( West Bengal ) માં રાજકીય હલચલ હંમેશા ચરમસીમા પર હોય છે. જેમાં અનેક વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેના ટકરાવને કારણે બંગાળ ચર્ચામાં રહે છે. તો કેટલીક વાર રાજકીય હિંસાને લઇને પશ્ચિમ બંગાળની સરકાર અને રાજકારણ ચર્ચામાં આવે છે. આ વખતે બંગાળ ભાજપના મોટા નેતા મુકુલ રોય( Mukul Roy )ને કારણે રાજકીય હલચલ તીવ્ર બની રહી છે.

પશ્ચિમ બંગાળમાં મુકુલ રોયને લઇને રાજકારણ ગરમાયું, PM Modi એ ફોન કર્યો તો અભિષેક બેનર્જી ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં મુકુલ રોયને લઇને ફરી ગરમાયું રાજકારણ

Follow us on

પશ્ચિમ બંગાળ( West Bengal ) માં રાજકીય હલચલ હંમેશા ચરમસીમા પર હોય છે. જેમાં અનેક વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેના ટકરાવને કારણે બંગાળ ચર્ચામાં રહે છે. તો કેટલીક વાર રાજકીય હિંસાને લઇને પશ્ચિમ બંગાળની સરકાર અને રાજકારણ ચર્ચામાં આવે છે. આ વખતે બંગાળ ભાજપના મોટા નેતા મુકુલ રોય( Mukul Roy )ને કારણે રાજકીય હલચલ તીવ્ર બની રહી છે.

પીએમ મોદીએ મુકુલ રોયને ફોન કર્યો

તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હાલમાં ભાજપમાં જોડાનારા મુકુલ રોય( Mukul Roy )ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો તેમજ તેમની પત્નીની તબિયત પૂછી હતી. પીએમ મોદી અને મુકુલ રોય વચ્ચે બે મિનિટ ચાલેલી વાતચીતથી રાજકીય અટકળો તેજ બની છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ટીએમસી નેતા અભિષેક બેનર્જી પણ હોસ્પિટલમાં ગયા હતા

મુકુલ રોયની ટીએમસીમાં  પરત  ફરવાની  વાતો  વચ્ચે  પશ્ચિમ બંગાળના  મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી બુધવારે  મુકુલ રોય( Mukul Roy ) ના  બીમાર પત્નીને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જેના લીધે ફરી એક વાર  અફવાઓનું બજાર ગરમ થયું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા 

જો કે અભિષેક બેનર્જી હોસ્પિટલ પહોંચ્યાના થોડા કલાકો બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ મુકુલ રોયના પત્ની કૃષ્ણા રોયની તબિયત પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં ક્રિષ્ના રોયની હાલત ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. જો કે સૂત્રો કહે છે કે કોરોના ચેપને કારણે મુકુલ રોય ઘરે હતા ત્યારે ટીએમસી નેતા અભિષેક હોસ્પિટલમાં પહોંચ્યા હતા પરંતુ તે સમયે તેમનો પુત્ર ત્યાં હાજર હતો અને બંને વચ્ચે વાતચીત થઈ હતી.

જ્યારે ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે પીએમ મોદીએ સવારે 10.30 વાગ્યે મુકુલ રોયને ફોન કર્યો અને તેમની પત્નીની તબિયત પૂછી હતી. તેમણે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને તમામ સંભવિત સહાયની ખાતરી આપી હતી. જો કે આ અંગે મુકુલ રોયે કહ્યું કે આ સામાન્ય કોલ હતો તેને રાજકારણ જોડે ના જોડવો જોઇએ

Next Article