બનાસકાંઠાઃ ડીસા APMCની ચૂંટણી રદ થતા રાજકારણ ગરમાયુ, બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને

|

Sep 11, 2020 | 6:37 PM

બનાસકાઠાની ડીસા એપીએમસીની ચૂંટણી રદ થતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવી ગયા છે. ડીસા એ.પી.એમ.સીના ચેરમેન માવજી દેસાઇએ ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી સામે મોરચો ખોલ્યો છે અને શંકર ચૌધરી પર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. માવજી દેસાઇએ આરોપ લગાવ્યો છે કે, […]

બનાસકાંઠાઃ ડીસા APMCની ચૂંટણી રદ થતા રાજકારણ ગરમાયુ, બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને

Follow us on

બનાસકાઠાની ડીસા એપીએમસીની ચૂંટણી રદ થતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવી ગયા છે. ડીસા એ.પી.એમ.સીના ચેરમેન માવજી દેસાઇએ ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી સામે મોરચો ખોલ્યો છે અને શંકર ચૌધરી પર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. માવજી દેસાઇએ આરોપ લગાવ્યો છે કે, શંકર ચૌધરીએ સહકારી સંસ્થાઓને નુકસાન પહોંચાડ્યું છે અને શંકર ચૌધરીએ સહકારી સંસ્થાઓમાં કોમવાદ તથા જૂથવાદ ફેલાવ્યો છે. જોકે માવજી દેસાઇ આટલાથી ન અટક્યા અને શંકર ચૌધરી પર પક્ષ વિરોધી પ્રવૃતિના પગલે જ બનાસકાંઠામાં ભાજપની છબી ખરડાઇ હોવાનો સણસણતો આરોપ લગાવી દીધો. સાથે જ કોંગ્રેસના ટેકાથી શંકર ચૌધરીએ ભાજપને મોટું નુકસાન કરાવ્યુ હોવાનો પ્રહાર કર્યો. જોકે માવજી દેસાઇના સણસણતા આરોપો બાદ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભુકંપ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો: નોકરી કરતી મહિલાઓએ આ સમાચાર વાંચવા જરૂરી છે, મહિલાઓ માટે કંપની લાવી છે પિરિયડ પોલિસી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article