દિલ્લીમાં PM મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે મુલાકાત, 3 પરિયોજનાનું કરશે ઉદ્ધાટન

|

Oct 05, 2019 | 8:12 AM

દિલ્લીમાં આજે પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે મુલાકાત શરૂ થઈ છે. પીએમ મોદી અને શેખ હસીના 3 પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. જેમાં વિવિધ ક્ષેત્રે કરારો થવાની શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય મુદ્દો દ્વીપક્ષીય સંબંધો મજૂબત કરવાનો રહેશે. સાથે જ વેપાર, પરિવહન, સંપર્ક, સંસ્કૃતિ સહિત કુલ 6થી […]

દિલ્લીમાં PM મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે મુલાકાત, 3 પરિયોજનાનું કરશે ઉદ્ધાટન

Follow us on

દિલ્લીમાં આજે પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે મુલાકાત શરૂ થઈ છે. પીએમ મોદી અને શેખ હસીના 3 પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. જેમાં વિવિધ ક્ષેત્રે કરારો થવાની શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય મુદ્દો દ્વીપક્ષીય સંબંધો મજૂબત કરવાનો રહેશે. સાથે જ વેપાર, પરિવહન, સંપર્ક, સંસ્કૃતિ સહિત કુલ 6થી 7 ક્ષેત્રે સમજૂતી કરાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો એટલા નજીકના નથી રહ્યા. તેવામાં વાતચીતનો મુખ્ય મુદ્દો દ્વીપક્ષીય સંબંધો જ રહેશે. બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાના પ્રયત્નો કરાશે. સાથે જ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહત્વનું છે કે આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને શેખ હસીના વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં બંને દેશના ડેલીગેશન વચ્ચેની આ મુલાકાતમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ. જે દોસ્તીનો એક નવો અધ્યાય છે.

Published On - 8:06 am, Sat, 5 October 19

Next Article