પરીક્ષા પર ચર્ચા દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓને સંભળાવ્યો 2001 ટેસ્ટ મેચનો આ રોમાંચક કિસ્સો

|

Jan 20, 2020 | 8:35 AM

2001માં કલકત્તામાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના મેચમાં ભારતની હાર નક્કી હતી. એક પછી એક ભારતના ખેલાડીઓ પાછા જઈ રહ્યા હતા. અને તમામ ખેલાડીઓ ઉદાશ થઈ ચૂક્યા હતા. ત્યારે રાહુલ દ્વવિડ અને VVS લક્ષ્મણે જે બલ્લેબાજી કરી તેનાથી આ મેચ એક ઉદાહરણ બની ગયું છે. PM મોદીએ પણ પરીક્ષા પર ચર્ચા દરમિયાન આ મેચને યાદ કર્યો હતો. […]

પરીક્ષા પર ચર્ચા દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓને સંભળાવ્યો 2001 ટેસ્ટ મેચનો આ રોમાંચક કિસ્સો

Follow us on

2001માં કલકત્તામાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના મેચમાં ભારતની હાર નક્કી હતી. એક પછી એક ભારતના ખેલાડીઓ પાછા જઈ રહ્યા હતા. અને તમામ ખેલાડીઓ ઉદાશ થઈ ચૂક્યા હતા. ત્યારે રાહુલ દ્વવિડ અને VVS લક્ષ્મણે જે બલ્લેબાજી કરી તેનાથી આ મેચ એક ઉદાહરણ બની ગયું છે. PM મોદીએ પણ પરીક્ષા પર ચર્ચા દરમિયાન આ મેચને યાદ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે, સાંજ સુધી બંને ખેલાડીઓએ ધીમે-ધીમે રમત ચાલુ રાખી અને પરિસ્થિતિને બદલી દીધી છે. આ પ્રેરણામય ઉદાહરણથી વિદ્યાર્થીઓને હાર ન માનવાનું શીખવાડ્યું હતું.

ર્ઈડન ગાર્ડંસ સ્ટેડિયમમાં 2001માં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલો ટેસ્ટ મેચ ઈતિહાસનું એક ઉદાહરણ બની રહેશે. VVS લક્ષ્મણ અને રાહુલ દ્રવિડે જે રીતે ભારતને જીત અપાવી તે અશક્યને શક્ય બનાવ્યું હતું. અને આ પ્રકારની જીત ફરી જોવા મળી નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સચિન તેંડુલકરે પોતાના જૂના મિત્રો સાથે એક મેચ દરમિયાન 2001 ટેસ્ટની વાતને વાગોડી હતી. જ્યારે લક્ષ્મણ, કુંબલે, હરભજન અને અન્ય ક્રિકેટર હાજર હતા. આ જ મેચમાં હરભજને હેટ્રિક લીધી હતી. અને તેની સાથે હરભજન ભારત માટે હેટ્રિક વિકેટ લેનારા પ્રથમ બોલર બન્યા હતા. સચિને કહ્યું કે, તેણે તત્કાલિન કેપ્ટન સૌરવ ગાંગુલી અને કોચ જોન રાઈટ સાથે મળીને એક નિર્ણય કર્યો હતો. કે, લક્ષ્મણને ત્રીજા નંબર પર બેટિંગ માટે ઉતારશે. અને દ્રવિડને છઠ્ઠા નંબર પર.

સચિને કહ્યું કે, આ બંને ખેલાડીઓ લયમાં રમી રહ્યા હતા. અને ત્યારે ડ્રેસિંગ રૂમમાં કોઈપણ પોતાનું સ્થાન છોડ્યું નહોતું. 7 વિકેટ ગુમાવ્યા પછી અચાનક જીતની આશા જાગી હતી. લક્ષ્મણે આ ટેસ્ટમાં 452 બોલ પર 281 રન અને તો રાહુલ દ્રવિડે 353 બોલમાં 180 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીએ પોતાના દમ પર સાત વિકેટના નુકસાન સાથે 657 રન પર ઈનિંગ ઘોષિત કરી હતી. ભારતે આ મેચમાં 171 રનથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

Next Article