PM નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છ મુલાકાતે, ગુજરાતને 3 અમૂલ્ય ભેટ મળશે

|

Dec 14, 2020 | 5:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છના ધોરડોની મુલાકાત લેશે. જેમાં રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે. કચ્છના 4 તાલુકાને મળશે પીવાનું પાણી માંડવીના ગુંદયાળી ખાતે 100 MLD ખારા પાણીને મીઠા કરવાના 800 કરોડના પ્રોજેક્ટનાં ખાતમુહર્ત બાદ […]

PM નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છ મુલાકાતે, ગુજરાતને 3 અમૂલ્ય ભેટ મળશે

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છના ધોરડોની મુલાકાત લેશે. જેમાં રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે.

કચ્છના 4 તાલુકાને મળશે પીવાનું પાણી
માંડવીના ગુંદયાળી ખાતે 100 MLD ખારા પાણીને મીઠા કરવાના 800 કરોડના પ્રોજેક્ટનાં ખાતમુહર્ત બાદ કચ્છના 4 તાલુકાને પીવાના પાણીનો લાભ મળશે. દુર્ગમ વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહે છે. ત્યારે નખત્રાણા,માંડવી, મુન્દ્રા અને લખપત વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કચ્છમાં મોટાપાયે વિજઉત્પાદન થશે
તો કચ્છમાં બનનાર 30 ગીગાવોટ હાઇબ્રીડ રીન્યુએબલ પાર્કના ખાતમુહર્ત બાદ સંપુર્ણ પ્રોજેક્ટ પુરો થયા બાદ વિન્ડ અને સોલોરા પ્લાન્ટ થકી 30 ગીગાવોટ વિજળી ઉત્પન્ન થશે. દુનિયાનો આ સૌથી મોટો વિજ-પ્રોજેક્ટ છે. જે ખાવડા રણ સરહદ નજીક આકાર પામનાર છે.

કચ્છ જિલ્લામાં દૂધનું ઉત્પાદન વધશે
તો કચ્છ જિલ્લામાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે. તેવામાં કચ્છનું વાર્ષિક દૂધ ઉત્પાદન 700 કરોડે પહોંચ્યું છે. અને, દૂધ ઉત્પાદનના વધારવાના ઉદ્દેશ સાથે નવા પ્રોસેસીંગ પ્લાન્ટ સરહદ ડેરી દ્વારા સ્થપાનાર છે. જેનું ચાંદ્રાણી ખાતે વડાપ્રધાનના હસ્તે 130 કરોડના ખર્ચે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ થશે. આ પ્લાન્ટનો ખર્ચ રૂ. 21 કરોડ આવશે અને દરરોજ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવશે.

પ્રવાસન, હસ્તકળાને પ્રોત્સાહન
કચ્છમાં પ્રવાસન, ખેતી, હસ્તકળા ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રના 72 લોકોને મળી વડાપ્રધાન તેમની સાથે સંવાદ કરશે. અને, કચ્છના આ ક્ષેત્રના વિકાસ માટેની ચર્ચા કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 4:54 pm, Mon, 14 December 20

Next Article