દેશની છબી ખરાબ કરનારા, ભારતીય ચાને પણ બદનામ કરે છેઃ ટૂલકિટના ખુલાસા પર પીએમ મોદીના શાબ્દિક ચાબખા

ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરવામાં આવેલી ટૂલકીટ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM Modi એ આ વિષયે આસામ ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે ચાને બદનામ કરવાનું વિદેશમાં કાવતરું રચાઈ રહ્યું છે.

દેશની છબી ખરાબ કરનારા, ભારતીય ચાને પણ બદનામ કરે છેઃ ટૂલકિટના ખુલાસા પર પીએમ મોદીના શાબ્દિક ચાબખા
પ્રધાનમંત્રી મોદી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 3:40 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને બંગાળના પ્રવાસ પર છે. આસામમાં પીએમ મોદીએ ‘અસોમ માલા’ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ રાજ્યમાં રસ્તાના માળખાને મજબૂત બનાવશે. આ બાદ ઢેકિયાજુલીમાં એક રેલી સંબોધતી વખતે પીએમ મોદીએ કહ્યું કે દેશ અને ચાની છબીને બદનામ કરવા વિદેશમાં કાવતરું રચાઈ રહ્યું છે. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

ગ્રેટાની ટૂલકીટ પર હુમલો

આસામમાં પીએમ મોદીએ ગ્રેટા થનબર્ગની ટૂલકિટ પર હમલો કરતા કહ્યું કે આજે દેશને બદનામ કરવાના કાવતરાં એટલા સ્તરે પહોંચી ગયા છે કે તેઓ ભારતની ચાને પણ લોકો છોડતા નથી. તમે સમાચારોમાં સાંભળ્યું જ હશે કે કાવતરાખોરો ભારતની ચાની છબીને દૂષિત કરવાનું કહી રહ્યા છે. વિશ્વમાં ભારતની ચાની છબીને બદનામ કરવાની યોજના બની રહી છે. કેટલાક ડોકયુમેન્ટ બહાર આવ્યા છે જેમાં વિદેશની કેટલીક તાકાતો ચાની સાથે ભારતની ઓળખ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચાને બદનામ કરવાનું કાવતરું

પીએમ મોદીએ કહ્યું કે શું તમે આ હુમલો સ્વીકારશો? શું આ હુમલા બાદ પણ ચૂપ રહેવાવાળા મંજુર છે તમને? શું આ હુમલાખોરોને વખાણનારા મંજુર છે તમને? એ દરેકને જવાબ આપવો પડશે જેણે ભારતની ચાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. આ દરેક રાજકીય પક્ષોને ચા ગાર્ડન જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ચા પરના આ હુમલાઓમાં એટલી તાકાત નથી કે જે આપણા ટી વર્કરો સાથે મુકાબલો કરી શકે.

પીએમ મોદીએ કહ્યું કે તેઓ આસામની ધરતી પરથી આ કાવતરૂ કરનારાને કહેવા માંગે છે કે તેઓ જેટલી મરજી કાવતરું કરી લે, દેશ તેમની યોજનાઓને સફળ નહીં થવા દે. મારા ચા કાર્યકર આ યુદ્ધ જીતી જશે. અમારા ચાના બગીચાના કાર્યકર સાથે મુકાબલો કરવાની આ હુમલાખોરોમાં તાકાત નથી.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">