અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે PM મોદી દ્વારા બે યોજના લોન્ચ, જાણો ગુજરાતને શું થશે ફાયદો

|

Dec 25, 2019 | 7:47 AM

આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. જેને લઈ મોદી સરકારે તેમના નામ પર બે યોજનાઓ લૉન્ચ કરી છે. તેમાં એક અટલ ભૂજલ અને અટલ ટનલ યોજનાની શરૂઆત થઈ છે. દેશના સાત રાજ્યોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા માટે અટલ જલ યોજના લૉન્ચ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું […]

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે PM મોદી દ્વારા બે યોજના લોન્ચ, જાણો ગુજરાતને શું થશે ફાયદો

Follow us on

આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. જેને લઈ મોદી સરકારે તેમના નામ પર બે યોજનાઓ લૉન્ચ કરી છે. તેમાં એક અટલ ભૂજલ અને અટલ ટનલ યોજનાની શરૂઆત થઈ છે. દેશના સાત રાજ્યોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા માટે અટલ જલ યોજના લૉન્ચ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અટલ ભૂજલ યોજનાનો લાભ ગુજરાત સહિત 7 રાજ્યોને થશે. પાણીની સમસ્યાના ઉકેલ માટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના પર 5 વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમાં વર્લ્ડ બેંક 3 હજાર કરોડ અને સરકાર 3 હજાર કરોડ આપશે. સરકારે 6 રાજ્યોમાં અટલ ભૂજલ મિશનને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ થશે.

આ યોજના પાણીનો બગાડ અટકાવવામાં મદદ કરશે. અને પાણીનો યોગ્ય ઉપયોગ થશે. તેનો હેતુ પાણીની સુરક્ષા માટે ગામને તૈયાર કરવાનું છે. પાણીનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8,350 ગામોને થશે.

તો કેબિનેટ બેઠકમાં અટલ ટનલ યોજનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે. અટલ ટનલ મનાલીથી લેહ સુધી છે. 2005માં મંજૂરી મળી હતી. આ માટે 4 હજાર કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. 8.8 કિલોમીટર લાંબી ટનલ બનશે. અંદાજે 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ટનલ વિશ્વની સૌથી ઉંચી ટનલ હશે. આનાથી 46 કિમીની મુસાફરી અને 5 કલાકની બચત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article