વડાપ્રધાન મોદીએ ઉર્જા કંપનીઓના CEO સાથે કરી બેઠક, જુઓ VIDEO
અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે જ વડાપ્રધાન મોદીએ ઉર્જાને લઈ મહત્વના કરાર કર્યા છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં વડાપ્રધાન મોદીએ વિવિધ ઉર્જા કંપનીઓના CEO સાથે બેઠક યોજી. હોટલ પોસ્ટ ઓકમાં મળેલી બેઠકમાં 5 મિલિયન ટન એલએનજી માટેના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે આ MOU કરવામાં આવ્યા છે. ટેલ્યુરિયન અને પેટ્રોનેટે MOU માટે ટ્રેન્ઝેક્શન […]

અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે જ વડાપ્રધાન મોદીએ ઉર્જાને લઈ મહત્વના કરાર કર્યા છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં વડાપ્રધાન મોદીએ વિવિધ ઉર્જા કંપનીઓના CEO સાથે બેઠક યોજી. હોટલ પોસ્ટ ઓકમાં મળેલી બેઠકમાં 5 મિલિયન ટન એલએનજી માટેના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે આ MOU કરવામાં આવ્યા છે. ટેલ્યુરિયન અને પેટ્રોનેટે MOU માટે ટ્રેન્ઝેક્શન એગ્રીમેન્ટને માર્ચ 2020 સુધીમાં અંતિમ સ્વરૂપ દેવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. મહત્વનું છે કે ટેલ્યુરિયનને ફેબ્રુઆરીમાં જ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ઈન્ડિયા સાથે એક એમઓયુ પર સહી કરી હતી. જેમાં પીએલએલ ડ્રિફ્ટવુડ પરિયોજનામાં રોકાણની શક્યતા તપાસવા અંગે ઘોષણા કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

