પીએમ મોદીની કાશીમાં દેવદિવાળી, અમારી સરકાર ગંગા જેવી પવિત્ર નિયતિથી વિકાસ કાર્ય કરે છે : PM

|

Nov 30, 2020 | 5:31 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં દેવદિવાળી નિમિતે સિક્સલેન હાઇવેનું લોકાર્પણ કર્યું હતું. આ હાઇવે થકી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે 70 કિ.મી.નો રન હવે સરળતાથી થઇ શકશે તેમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું. સાથે જ આ હાઇવે થકી લખનઉ, વારાણસી અને ગોરખપુરના મુસાફરોનો સમય બચી જશે તેમ ઉમેર્યું. સાથે આ સિક્સલેન થકી કુંભમેળમાં આવતા પ્રવાસીઓને લાભ થશે તેમ […]

પીએમ મોદીની કાશીમાં દેવદિવાળી, અમારી સરકાર ગંગા જેવી પવિત્ર નિયતિથી વિકાસ કાર્ય કરે છે : PM

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં દેવદિવાળી નિમિતે સિક્સલેન હાઇવેનું લોકાર્પણ કર્યું હતું. આ હાઇવે થકી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે 70 કિ.મી.નો રન હવે સરળતાથી થઇ શકશે તેમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું. સાથે જ આ હાઇવે થકી લખનઉ, વારાણસી અને ગોરખપુરના મુસાફરોનો સમય બચી જશે તેમ ઉમેર્યું. સાથે આ સિક્સલેન થકી કુંભમેળમાં આવતા પ્રવાસીઓને લાભ થશે તેમ પણ મોદીએ જણાવ્યું.

મોદીએ જણાવ્યું કે છેલ્લા 6 વર્ષમાં કાશીના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે.વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ઉત્તરપ્રદેશના ખેડૂતોને સરકારે કેટલા લાભ આપ્યા તેની વાત કરી. તથા, પહેલાની સરકારમાં ખેડૂતાના નામે કેટલા ગોટાળા થયા તે પણ યાદ કરાવ્યું. આ સાથે રાજયમાં પ્રયાગરાજ અને કૃષિનગરના એરપોર્ટના વિકાસની પણ મોદીએ વાત કરી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મોદીએ જણાવ્યું કે આધુનિક કોલ્ડ સ્ટોરેજ માટે ખેડૂતોને 1 લાખ કરોડનું ફંડ અપાયું છે. આજે બનારસના ખેડૂતોની લંગડો અને કેસર કેરીની માંગ વિદેશોમાં રહે છે. સાથે ઉત્તરપ્રદેશમાં કાળા ચોખાની ખેતીનો સફળ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ વિમા ફસલ યોજનાથી 4 કરોડ ખેડૂતોને ફાયદો થયો હોવાનું પણ ઉમેર્યું છે.

સરકારે ખેડૂતો પાસેથી MSP થકી પાંચ લાખ કરોડ રૂપિયાના ધાન્ય પાક ખરીદ્યા. પાંચ વર્ષમાં 50 હજાર કરોડમાં દાળની ખરીદી થઇ. દોઢ લાખ કરોડમાં ઘઉંની ખરીદી કરી. 1 લાખ કરોડ રૂપિયાના કિસાનોના બેંક ખાતામાં પહોંચ્યા. ટુંક સમયમાં કિસાન પેંશન યોજના લાગું કરાઇ રહી છે. જેના થકી 21 લાખ કિસાન આ યોજનામાં જોડાશે તેવો આશાવાદ પણ મોદીએ સેવ્યો.

આ સાથે વડાપ્રધાને પહેલાની સરકારમાં ખેડૂતોના નામે કેટલા ભ્રષ્ટાચાર થતા હતા. તેની યાદ અપાવી હતી. સાથે જ કોરોનાના સમયમાં પણ ઉત્તરપ્રદેશમાં યુરિયા ખાતરની અછત ન થઇ હોવાનું કહ્યું છે. આ સાથે છેલ્લે તેમણે ઉમેર્યું હતું કે અમારી સરકાર કપટથી નહીં ગંગા જેવી પરિત્ર નિયતિથી કામ કરે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:27 pm, Mon, 30 November 20

Next Article