PM મોદીને ફરીથી PM બનવાની સંભાવના પર કરી તેમના ભાઈએ જ ‘મનની વાત’
આગામી લોકસભા ચૂંટણીને લઈને અટકળો ચાલુ થઈ ગઈ છે. બધા જ લોકો પોતાની રીતે અનુમાનો લગાવે છે. શું નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર ફરીથી આવશે કે દેશને કોઈ નવા પ્રધાનમંત્રી મળશે. ચૂંટણીને લઈને હવે પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પ્રતિક્રીયા સામે આવી છે. તેમને કહ્યું છે કે એકવાર ફરી ભાજપની સરકાર દેશમાં બનશે, ભાજપ આગામી […]
આગામી લોકસભા ચૂંટણીને લઈને અટકળો ચાલુ થઈ ગઈ છે. બધા જ લોકો પોતાની રીતે અનુમાનો લગાવે છે. શું નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર ફરીથી આવશે કે દેશને કોઈ નવા પ્રધાનમંત્રી મળશે.
ચૂંટણીને લઈને હવે પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પ્રતિક્રીયા સામે આવી છે. તેમને કહ્યું છે કે એકવાર ફરી ભાજપની સરકાર દેશમાં બનશે, ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધારે સીટો જીતશે અને નરેન્દ્ર મોદી એકવાર ફરીથી પ્રધાનમંત્રી બનશે. તેમને 2019ના પરિણામ વર્ષ 2014ના પરિણામની જેમ હશે અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે એક વધારે કાર્યકાળ મળશે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
તેમને કહ્યું કે કેન્દ્રમાં મોદીના નેતૃત્વવાળી સરકાર છેલ્લાં 4 વર્ષોથી આખા દેશમાં અલગ અલગ વિકાસના કામો કરવામાં સફળ રહી છે. પ્રિયંકા ગાંધીનો રાજનીતીમાં પ્રવેશ ચૂંટણીમાં કોંગ્રેસની મદદ નહીં કરી શકે. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા પ્રહલાદ મોદીએ ગઠબંધનના ભવિષ્ય પર કહ્યું કે આવા ગઠબંધન ભૂતકાળમાં નિષ્ફળ સાબિત થયા છે.
નરેન્દ્ર મોદીની સરકારનો કાર્યકાળ પુરો થવા આવ્યો છે અને થોડાં દિવસોમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે. ભાજપ એક તરફ બીજીવાર સતા મેળવવા માટે પ્રયત્ન કરે છે તો બીજીબાજુ કોંગ્રેસ, સપા, બસપા, ટીએમસી અને અન્ય વિરોધ પક્ષો ચૂંટણીમાં ભાજપને હરાવવાનો દાવો કરી રહ્યાં છે.