PM MODI : 11 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટીનું લોકાર્પણ કરશે

|

Jan 03, 2021 | 7:30 PM

ટુરિસ્ટ હબ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દર્શનિય સ્થળો જોવા માટે કેવડિયા પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. ત્યારે કેવડિયાને હવે રેલવે કનેક્ટિવિટી મળશે. રેલવે વિભાગ દ્વારા કેવડિયા ટ્રેન મારફતે પહોંચી શકાય તે માટે વડોદરાથી વાયા ડભોઇ, ચાણોદ થઇને કેવડિયા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવી છે. અને SOUથી 5કિમીના અંતરે આધૂનિક સુવિધાથી સજ્જ […]

PM MODI : 11 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટીનું લોકાર્પણ કરશે

Follow us on

ટુરિસ્ટ હબ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દર્શનિય સ્થળો જોવા માટે કેવડિયા પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. ત્યારે કેવડિયાને હવે રેલવે કનેક્ટિવિટી મળશે. રેલવે વિભાગ દ્વારા કેવડિયા ટ્રેન મારફતે પહોંચી શકાય તે માટે વડોદરાથી વાયા ડભોઇ, ચાણોદ થઇને કેવડિયા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવી છે. અને SOUથી 5કિમીના અંતરે આધૂનિક સુવિધાથી સજ્જ કેવડિયા રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે. PM નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટી એક્સપ્રેસનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ અન્ય ટ્રેનો પણ કેવડિયા સુધી લંબાવાશે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વિસ્ટાડોમ કોચની સુવિધા મળશે

રેલવે દ્વારા શરૂ કરાનાર અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટી ટ્રેનમાં આધૂનિક સુવિધાયુક્ત વિસ્ટાડોમ કોચ જોડાશે. જેના સાઇડ ગ્લાસમાંથી મુસાફરો એરિયલ વ્યુની સાથે બેક વ્યુનો નજારો પણ માણી શકશે. LHB વિસ્ટાડોમ કોચ ચેન્નઇની ફેક્ટરીમાં તૈયાર કરાયા છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાળવાશે. આરામદાયક 44 જેટલી બેઠક ધરાવતા કોચની ત્રણ સાઇડમાં પારદર્શક ગ્લાસ છે. તો દરેક બેઠક 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હશે. જેથી મુસાફરો સીટ પર બેઠાં બેઠાં જ આસપાસનો નજારો માણી શકશે. સાથે જ ફોટોગ્રાફીનો પણ આનંદ માણી શકશે. વિસ્ટાડોમ કોચમાં વાઈફાઈ, સ્મોક ડિટેક્શન એલાર્મ, ચાર્જિંગ પોઈન્ટ, જીપીએસ સિસ્ટમ, મ્યુઝિક માટે એલઈડી સ્ક્રીનની સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ માટેના પાર્ટિશન અને આઉટડોરની સુવિધા હશે. તો આ કોચમાં મિનિ પેન્ટ્રી, હોટકેસ, માઈક્રોવેવ ઓવન, કોફી મશીન અને ફ્રીઝની સુવિધા પણ મુસાફરોને મળશે.

Published On - 6:29 pm, Sun, 3 January 21

Next Article